મિત્રો આજે આપણે વાત કરીશું એવા પ્લૅટફૉર્મ અથવા ટેક્નોલોજી વિશે જે તમને ઇન્ટરનેટ પર કન્ટેન્ટ વાંચવા માટે અથવા કન્ટેન્ટને મેળવવા માટે ઘણું ઉપયોગી થશે.
આજે આપણે વાત કરીશું RSS Feed વિશે જેને તમે જરૂર અલગ – અલગ વેબસાઇટ પર જોયું હશે તો ચાલો જાણીએ.
RSS Feed શું છે? – RSS Feed in Gujarati
RSS નું ફુલ ફોર્મ “Really Simple Syndication” છે. આ એક એવી ટેક્નોલૉજી, ટેક્નિક અથવા રીત છે જેના દ્વારા તમે અલગ – અલગ વેબસાઇટ પર જે કન્ટેન્ટ જોવો છો જેમ કે આર્ટીકલ, વિડિયો, પોડકાસ્ટ વગેરે તો આ કન્ટેન્ટને એક જ પ્લૅટફૉર્મ પર લાવીને તમે તેને વાંચી અથવા જોઈ શકો છો.
તમને બધા જ પ્લૅટફૉર્મના અપડેટ આ એક જ પ્લૅટફૉર્મ પર આ RSS Feed દ્વારા જોવા મળે છે. તમે જે પણ વેબસાઇટને RSS Feed દ્વારા સબ્સક્રાઈબ કરી હશે તો તેની નોટિફિકેશન અથવા તે વેબસાઇટ પર જે પણ નવું કન્ટેન્ટ પબ્લિશ થશે તો તે તરત તમને RSS Feed દ્વારા જાણવા મળી જશે.
News Aggregator, Feed Aggregator, Feed Reader, News Reader, RSS Reader વગેરે આવા અલગ – અલગ શબ્દ છે પણ તેનો અર્થ સરખો જ છે કે અલગ – અલગ વેબસાઇટ અથવા પ્લૅટફૉર્મના કન્ટેન્ટને એક જગ્યા પર ભેગું કરીને તેને યુઝરને પીરસવામાં આવે છે.
RSS Feed ને કેમ ઉપયોગ કરવું જોઈએ?
RSS Feed ની મદદથી તમને બધા જ પ્રકારનું કન્ટેન્ટ એક જ જગ્યાએ જોવા મળે છે અને આ કારણે તમારે અલગ – અલગ સ્ત્રોત પર કોઈ અપડેટ થયેલું કન્ટેન્ટને શોધવા જવાની જરૂર નથી હોતી, આ કારણે તમારો ઘણો સમય બચે છે અને આ કારણે તમારે RSS Feed નો ઉપયોગ કરવું જોઈએ.
RSS Reader શું છે?
RSS Reader એક વેબ પ્લૅટફૉર્મ અથવા મોબાઇલ એપ્લિકેશન છે જેમાં તમને RSS Feed દ્વારા અલગ – અલગ પ્લૅટફૉર્મના કન્ટેન્ટ વાંચવા અથવા જોવા મળે છે. RSS Reader ને તમે પોતાના મોબાઇલમાં એપ દ્વારા અથવા કમ્પ્યુટરમાં વેબસાઇટ દ્વારા ઉપયોગ કરી શકો છો.
RSS Reader ની મોબાઇલ એપ તમને પ્લેસ્ટોર અથવા એપસ્ટોરમાં અથવા તેની વેબસાઇટ જોવા મળી જશે, તમારે બસ તેમાં રજીસ્ટર કરવાનું અને પોતાની મનપસંદ વેબસાઇટને સબ્સક્રાઈબ અથવા ફોલો કરવાનું છે.
આ રીતે તમને તે RSS Reader માં ફોલો કરેલી અથવા સબ્સક્રાઈબ કરેલી વેબસાઇટના લેટેસ્ટ આર્ટીકલ જોવા મળી જશે.
RSS Feed માટેનું બેસ્ટ પ્લૅટફૉર્મ
જો હું તમને બેસ્ટ RSS Feed પ્લૅટફૉર્મ અથવા RSS Reader ની વાત કરું કે જેમાં તમે અલગ – અલગ વેબસાઇટના કન્ટેન્ટને એક જ જગ્યાએ જોઈ શકો તો તે પ્લૅટફૉર્મનું નામ છે “Feedly.com“
Feedly ને તમે ફ્રીમાં પણ અને તેનું પ્રો વર્ઝન પણ ખરીદીને ઉપયોગ કરી શકો છો, આ લોકપ્રિય પ્લૅટફૉર્મ છે જેને તમે તમારા કમ્પ્યુટર, Android અથવા iOS વગેરે ડિવાઇસમાં ઉપયોગ કરી શકો છો.
મિત્રો આશા છે કે તમને આજે RSS ફીડ અથવા RSS Reader વિશે બરાબર જાણકારી જાણવા મળી જશે, જો તમને આ ઉપયોગી જાણકારી ગમી હોય તો તમે જરૂર તમારા મિત્રોને જણાવો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: