ChatGPT ઘણું ઉપયોગી AI ટૂલ છે અને જ્યારથી ChatGPT માર્કેટમાં બહાર પડ્યું છે ત્યારથી AI ટૂલ્સની ત્સુનામી આવી ગઈ છે.
AI જનરેટિવ ટૂલ્સ ઘણા લોકપ્રિય થઈ ગયા છે.
આ ટૂલ્સ ઉપયોગી હોવાની સાથે સિક્યોરિટીની બાબતે એક જોખમ પણ છે.
આ જોખમ જાણીને સેમસંગ કંપનીએ પોતાના કર્મચારીઓ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે કે તેઓ ChatGPT નો ઉપયોગ ન કરી શકે.
કારણ કે એક વખત સેમસંગના એક કર્મચારીએ ભૂલથી એક સિક્રેટ સોર્સ કોડ ChatGPT માં ભૂલો સુધારવા માટે અપલોડ કરી દીધો હતો.
હવે ChatGPT માં આપણે જે પણ પ્રોમ્પ્ટ લખીને મોકલીએ છીએ તે બધા જ ડેટા બહારના સર્વરમાં સ્ટોર થાય છે અને તેને ડિલીટ કરવું અથવા પાછું લાવવું મુશ્કેલ છે.
હવે જો સેમસંગ જેવી વિશાળ કંપનીના સોર્સ કોડ ChatGPT લીક કરે તો તેમના બિઝનેસ ઉપર ઘણો અસર પડશે અને તેમની કંપનીની સુરક્ષા માટે પણ તે ખૂબ જોખમરૂપ છે.
આ કારણે સેમસંગએ પોતાના કર્મચારીઓ ChatGPT જેવા ટૂલ્સનો ઉપયોગ કરે એના ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે જેથી કર્મચારીઓ આવા સિક્રેટ ડેટા શેર ન કરી શકે.
તમારો શું વિચાર છે? નીચે કમેંટમાં તમે જણાવી શકો છો!