SERP નું ફુલ ફોર્મ શું છે?
SERP નું પૂરું નામ “સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ (Search Engine Result Page)” છે.
SERP વિશે બેઝિક માહિતી
જયારે કોઈ પણ યુઝર સર્ચ એન્જિનમાં કોઈ પણ સવાલ સર્ચ કરે છે તો સર્ચ એન્જિન તે યુઝરને પરિણામ પેજ (Result Page) બતાવે છે, જે પેજમાં સર્ચ એન્જિન તે યુઝરના સવાલને લગતા ઘણા બધા પરિણામ બતાવે છે જેમાં વિડિઓ, આર્ટિકલ, ફોટા, વિકિપીડિયા બોક્સ જેવું ઘણું જોવા મળે છે.

સર્ચ એન્જિન જે આ પેજ બતાવે છે તેને “સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ” કહેવાય છે.
હાલ ઘણા બધા સર્ચ એન્જિન ઉપલબ્ધ છે જેમાં સૌથી લોકપ્રિય ગૂગલ છે, પછી બિંગ, યાહૂ વગેરે છે. આ બધા જ સર્ચ એન્જિન યુઝરના સવાલોના જવાબ આપવાનો હંમેશા સંપૂર્ણ પ્રયત્નો કરતા હોય છે.
મુખ્ય રીતે સર્ચ એન્જિનમાં બે રીતે પરિણામો બતાવવામાં આવે છે જેમાં જાહેરાતો પણ પરિણામ સ્વરૂપે પ્રથમ નંબરે હોય છે, તેના પછી જાહેરાત વગરના પરિણામો હોય છે જેને “ઓર્ગેનિક પરિણામ (Organic Result)” કહેવાય છે.
- ઘણી વખત ગૂગલ સર્ચ એન્જિનમાં તમે કોઈ સવાલ સર્ચ કરો છો તો ગૂગલ તમને ડાયરેક્ટ ફકરો લખીને આપે છે અને તેમાં જ તમારો જવાબ હોય છે જેને “Featured Snippet” કહેવાય છે.
- તમે ઘણી વખત ગૂગલમાં કોઈ એરિયા અથવા એડ્રેસ સર્ચ કરતા હોવ તો ગૂગલ તમને નકશો પણ બતાવે છે.
- ઘણી વખત તમે ટ્યુટોરીઅલને લગતા સવાલ સર્ચ કરો છો તો ગૂગલ તમને ડાયરેક્ટ વિડિઓ પણ બતાવે છે.
- ગૂગલ તમને લોકો દ્વારા વારંવાર પુછાયેલા સવાલ પણ જવાબ સાથે બતાવે છે.
- જો તમે કોઈ પ્રોડક્ટ સર્ચ કરો તો ગૂગલ તમને પ્રોડક્ટ પણ રિવ્યૂ સાથે બતાવે છે.
- જયારે તમે ગૂગલમાં કોઈ લોકપ્રિય વ્યક્તિ વિશે સર્ચ કરો છો તો તમને તેના સોશ્યિલ મીડિયા પ્રોફાઈલ સાથે તેના લગતી બધી જ માહિતી આપવામાં આવે છે.
આવી રીતે સર્ચ એન્જિન રિઝલ્ટ પેજમાં અલગ-અલગ સર્ચ એન્જિન પોતાની રીતે યુઝરને પરિણામ આપતા હોય છે.
તમારો ખુબ આભાર, અંત સુધી પોસ્ટ વાંચવા માટે.!!
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: