જાણો તમારા સ્માર્ટફોનમાં કેટલા પ્રકારના કેમેરા આવે છે..!!

જાણો તમારા સ્માર્ટફોનમાં કેટલા પ્રકારના કેમેરા આવે છે..!! (Smartphone Camera Types in Gujarati)

મિત્રો તમે સ્માર્ટફોનમાં અલગ-અલગ પ્રકારના કેમેરા જોયા હશે અને તેનો ઉપયોગ પણ કર્યો હશે.

તમે જયારે નવો મોબાઈલ ખરીદવા માટે જાવો છો ત્યારે તમારો એક જ સવાલ હોય છે કે આ મોબાઈલનો કેમેરો કેવો છે અને કેટલા મેગા પિક્સેલનો છે.

તમારા આ સવાલને ધ્યાનમાં રાખીને અમે તમારી માટે એક નવી પોસ્ટ લઈને આવ્યા છે જેમાં તમને સ્માર્ટફોનમાં કયા-કયા પ્રકારના કેમેરા આવે છે તેના વિશે જાણવા મળશે.

સ્માર્ટફોનમાં કેમેરાના કયા-કયા પ્રકારના હોય છે? – Types of Smartphone Camera in Gujarati

Primary Camera : આ પ્રકારનો કેમેરો બધા જ પ્રકારના સ્માર્ટફોનમાં હોય છે. આને Rear Camera તરીકે ઓળખવામાં આવે છે.

આ કેમેરો મોબાઇલની પાછળની બાજુએ જોવા મળે છે. પ્રાઈમરી કેમેરામાં ઘણા વધારે મેગાપિક્સેલની રેન્જ હોય છે. જેનાથી સારી ગુણવતા સાથે વિડિઓ અને ફોટો કેપ્ચર કરી શકાય છે.

અત્યારના સ્માર્ટફોનમાં એક નવો ટ્રેંડ ચાલી રહ્યો છે. જેમાં ઘણા અલગ-અલગ સેન્સર દ્વારા બધા જ કેમેરાને એક સાથે કામ કરાવી શકાય છે.


Wide Angle Camera : સ્માર્ટફોનમાં વાઇડ-એંગલ કૅમેરો એ એવો કૅમેરો છે જે તમને એક જ શૉટમાં વધુ દ્રશ્ય (View) કેપ્ચર કરવામાં મદદ કરે છે. સામાન્ય અથવા જૂના પ્રકારના સ્માર્ટફોન કેમેરામાં સામાન્ય રીતે જે દ્રશ્ય કેમેરામાં કેપ્ચર થવું જોઈએ એ લિમિટેડ હોય છે પણ વાઈડ એંગલથી વધારે સારું લેંડસ્કેપ અને વધારે લોકોનો ફોટો એક શૉટમાં લઈ શકાય છે.


Telephoto Camera: ટેલિફોટો કૅમેરો એ કૅમેરાનો એક પ્રકાર છે જે સ્ટાન્ડર્ડ લેન્સ કરતાં વધારે લાંબી ફોકલ લંબાઈવાળા લેન્સનો ઉપયોગ કરે છે, જેનાથી તે દૂરની વસ્તુઓને વધુ સ્પષ્ટતા અને વિગત સાથે કૅપ્ચર કરી શકે છે. આ ઘણી વખત રમતગમત, વાઇલ્ડલાઈફ અને પોટ્રેટ ફોટોગ્રાફી માટે ઉપયોગમાં લેવાય છે. આમાં કોઈ વસ્તુ સુધી ખૂબ નજીક ગયા વગર તેના પર ઝૂમ કરવાની ક્ષમતા વધારે સારી હોય છે.


Macro Camera: મેક્રો કેમેરાનો ઉપયોગ કોઈ પણ વસ્તુનો ફોટો એકદમ નજીકથી ખૂબ જ વધારે ક્વોલિટીમાં લેવા માટે થાય છે. ઉદાહરણ તરીકે આપણે ફૂલ, ઘાસ અથવા કોઈ જીવજંતુ વગેરેનો ફોટો નજીકથી લેતા હોઈએ છીએ તો નજીકના અંતરના ફોટો એકદમ ક્લિયર કેપ્ચર કરવા માટે આ મેક્રો કેમેરાનો ઉપયોગ સ્માર્ટફોનમાં થાય છે.


Depth Sensor Camera: સ્માર્ટફોનમાં ડેપ્થ સેન્સર કેમેરો એ કેમેરાનો એક પ્રકાર છે જે કેમેરા અને તેના ઓબ્જેક્ટ વચ્ચેનું અંતર માપવામાં સક્ષમ હોય છે. આ ટેક્નોલોજીને ટાઈમ-ઓફ-ફ્લાઇટ (ToF) કેમેરા અથવા ડેપ્થ-સેન્સિંગ કેમેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેપ્થ સેન્સર કેમેરા ઓબ્જેક્ટ અને કેમેરા વચ્ચેનું અંતર માપવા માટે ઇન્ફ્રારેડ લાઇટનો ઉપયોગ કરે છે.


Monochrome Camera: મોનોક્રોમ કૅમેરો આ કૅમેરાનો એક પ્રકાર છે જે કાળા, સફેદ અને રાખોડી રંગના શેડ્સમાં ઇમેજ કૅપ્ચર કરે છે. સ્માર્ટફોનમાં મોનોક્રોમ કેમેરાને પ્રાઇમરી કલર કેમેરાની સાથે વધારાના સેન્સર તરીકે ઘણીવાર શામેલ કરવામાં આવે છે. મોનોક્રોમ કેમેરાનું પ્રાથમિક કાર્ય વધુ ડીટેલમાં ફોટો કેપ્ચર કરવાનું છે અને ઓછા-પ્રકાશમાં વધારે સારું આઉટપુટ આપવાનું છે.


Super-Wide Camera: આ કેમેરાનો ઉપયોગ એક દ્રશ્યમાં વધારે વસ્તુ કેપ્ચર કરવા માટે થાય છે ઉદાહરણ તરીકે ગ્રુપમાં ફોટો પાડવા માટે. લેંડસ્કેપ દ્રશ્ય વધારે સારી રીતે કેપ્ચર કરી શકે છે. એક જ વ્યૂમાં વધારે વસ્તુ આ કેમેરા દ્વારા કવર કરી શકાય છે.


Night-Vision Camera: આ કેમેરાનો ઉપયોગ જ્યાં ઓછો પ્રકાશ અથવા ઓછું અજવાળું આવે છે ત્યાં ફોટાને સારી રીતે કેપ્ચર માટે ઉપયોગ થાય છે. જેમ કે રાત્રે અથવા કોઈ રૂમમાં ફોટો કેપ્ચર કરો છો ત્યારે આ કેમેરાનો ઉપયોગ સારી રીતે કરી શકાય છે.


Ultra-Zoom Camera: આ કેમેરા દ્વારા આપણે દૂર રહીને પણ કોઈ વસ્તુને સારી રીતે ઝૂમ કરીને કેપ્ચર કરી શકીએ છીએ. આ કેમેરાની ફોકલ લંબાઈ લાંબી હોય છે. સામાન્ય કેમેરા કરતાં આ કેમેરો ઝૂમ કરવામાં ખૂબ જ સારું પરિણામ આપે છે.


Swivel Camera: આ એવા કેમેરા હોય છે જે આગળ-પાછળ ફરી શકે છે અથવા ખૂબ સારી રીતે રોટેટ પણ થઈ શકે છે જેના લીધે અલગ-અલગ એંગલથી ફોટો અને વિડિયો સારી રીતે કેપ્ચર કરી શકાય છે.


Selfie Camera: આ કેમેરો સ્માર્ટફોનની આગળ હોય છે જેનો ઉપયોગ સેલ્ફિ ફોટો અથવા વિડિયો કોલિંગ માટે થાય છે.

મિત્રો આ હતા સ્માર્ટફોનમાં આવતા કેમેરાના અલગ-અલગ પ્રકારો જે તમને અત્યારે ઉપયોગ થતાં અલગ-અલગ સ્માર્ટફોનમાં જોવા મળે છે.

તમારો ખૂબ ધન્યવાદ.