મિત્રો તમે બિઝનેસ કરતા હોય કે પછી નોકરી કરતા હોય કે પછી સ્ટુડન્ટ હોય ક્યાંકને ક્યાંક તમે ડિજિટલ માર્કેટિંગ વિશે સાંભળેલું હશે.
આજે આપણે ડિજિટલ માર્કેટિંગના એક એવા ભાગ વિશે જાણીશું જેનું નામ છે SMM.
અત્યારે ડિજિટલ ટેકનોલોજીનો યુગ હોવાથી SMM વિશે જાણવું એ તમારા માટે ફાયદેમંદ રહેશે, તો ચાલો જાણી લઈએ કે SMM નું ફુલ ફોર્મ શું છે? SMM વિશે સરળ જાણકારી.
SMM નું ફુલ ફોર્મ શું છે? – SMM Full Form in Gujarati
SMM નું પૂરું નામ સોશિયલ મીડિયા માર્કેટિંગ (Social Media Marketing) થાય છે.
તમારા પ્રોડક્ટ અથવા સર્વિસને આગળ વધારવા માટે, નવા ગ્રાહકો મેળવવા માટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને જાહેરાતો ચલાવવી અથવા માર્કેટિંગ કરવી એટલે સોશિયલ મીડિયા માર્કેટિંગ.
સોશિયલ મીડિયા માર્કેટિંગ માટે કયા-કયા પ્લૅટફૉર્મ છે?
સોશિયલ મીડિયા માર્કેટિંગ કરવા માટે ઘણા બધા પ્લૅટફૉર્મ અત્યારે ઉપલબ્ધ છે જેમ કે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંકડિન, રેડિટ, ક્વોરા, ટ્વિટર જેવા વગેરે પ્લૅટફૉર્મ છે.
SMM (સોશિયલ મીડિયા માર્કેટિંગ) માટે અન્ય જાણકારી
- સોશિયલ મીડિયા માર્કેટિંગ કરવા માટે તમારી પાસે જે-તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નોલેજ અને તેમાં એકાઉન્ટ હોવું જરૂરી છે.
- સોશિયલ મીડિયા માર્કેટિંગ દ્વારા તમે તમારી જરૂરિયાત માટે 2 રીતે કામ કરી શકો છો. એક તો ઓર્ગેનિક ટ્રાફિક અને બીજું જાહેરાત ચલાવીને જેમાં તમે પૈસા ખર્ચ કરીને જરૂરિયાત પુરી કરી શકો છો.
- તમને એ ખબર હોવી જોઈએ કે તમારી પ્રોડક્ટ અથવા તો સર્વિસ માટે તમારે કયા વપરાશકર્તાઓને ટાર્ગેટ કરવા જોઈએ.
- SMMથી તમે ગ્રાહકનું નામ, ઈમેઈલ આઈડી, ફોન નંબર, અડ્રેસ, વગેરે જેવી માહિતી એકઠી કરી શકો છો.
- SMM માટે મહત્વનું છે “કન્ટેન્ટ”. જો તમારો કન્ટેન્ટ પરફેક્ટ હશે તો તેનું રિઝલ્ટ સારું આવશે. કન્ટેન્ટમાં તમે વિડિઓ, ફોટો, ટેક્સ્ટને પોસ્ટ તરીકે કવર કરી શકો છો.
સોશિયલ મીડિયા માર્કેટિંગના ફાયદા કયા કયા છે?
- તમારી બ્રાન્ડ, પ્રોડક્ટ અથવા સર્વિસ વિશે બધાને જાણવા મળશે.
- તમે પૂરી દુનિયાના યુઝરને ટાર્ગેટ કરી શકો છો.
- તમે ડાઇરેક્ટ તમારા ગ્રાહકો સાથે જોડાયેલા રહેશો અને તેમની સમસ્યાનું સમાધાન લાવી શકશો જેથી તમારા ગ્રાહકો સંતુષ્ટ રહેશે.
સોશિયલ મીડિયા માર્કેટિંગના ગેરફાયદા કયા કયા છે?
- જો તમારા પ્રોડક્ટની ગુણવત્તા હલકી છે તો બ્રાન્ડનું નામ ખરાબ થતા વાર નથી લાગતી. જે કઈ પણ તમે સર્વિસ આપો છો તે સંતોષકારક નથી તો ગ્રાહકના નેગેટિવ રિવ્યૂ આવતા વાર નથી લાગતી.
- જો ટૂંકા સમયમાં તમે જલ્દી તમારી પ્રોડક્ટ અને સર્વિસને લોકો સુધી લઈ જવા માટે વિચારો છો અથવા તો જે-તે મુજબ કામ કરો છો તો તમને આનું નુકસાન થાય છે એટલે તમારે વિચારીને કઈ પણ કરવું જોઈએ.
- જો તમારી પાસે SMM નો અનુભવ નથી અને માર્કેટ વિશે નોલેજ નથી તો આની અંદર કામ કરવાથી તમને નુકસાન થઈ શકે છે એટલે નોલેજ સાથે કામ કરવું.
આશા છે કે તમને આજે ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડમાં કઈક નવું જાણવા મળ્યું હશે, તમારા વિચાર નીચે કમેંટમાં જરૂર જણાવજો.
અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- પોડકાસ્ટ એટલે શું? જાણો બેસ્ટ Podcast પ્લૅટફૉર્મ
- સર્ચ એન્જિન એટલે શું? – Search Engine વિશે જાણકારી
- ગૂગલ એલર્ટ્સ શું છે? – જાણો Google Alerts વિશે જાણકારી
- ડિજિટલ માર્કેટિંગ એટલે શું? Digital Marketing કેમ જરૂરી છે? જાણો
- ડોમેન નેમ એટલે શું?-તેના પ્રકાર, તે કેમ જરૂરી છે? તેને રજીસ્ટર કરવાની રીત
- ગૂગલ માય બિઝનેસ એટલે શું? | Google My Business વિશે સંપૂર્ણ જાણકારી