SMPSનું ફુલ ફોર્મ શુ છે? SMPS વિશે બેઝિક જાણકારી

મિત્રો આજે અમે તમારી માટે એક ઇલેક્ટ્રોનિક ડીવાઈસ જેનું નામ છે SMPS, તેના વિશે માહિતી લઈને અમે આવ્યા છીએ. આ SMPS માર્કેટમાં ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ડીવાઈસ માટે વપરાય છે પણ આજે આપણે કમ્પ્યુટરમાં ઉપયોગ થતા SMPS વિશે વાત કરવાના છીએ. ઇલેક્ટ્રોનિક મશીન માટેના પણ SMPS આવે છે પણ આજે આપણે કમ્પ્યુટરને ઇલેક્ટ્રિક ઉર્જા આપવા માટે વપરાતા ડીવાઈસ વિશે જોવાનું છે તો ચાલો જાણીએ કે SMPSનું ફુલ ફોર્મ શું છે અને તેના વિશે બેઝિક જાણકારી.

SMPSનું ફુલ ફોર્મ શું છે

SMPSનું ફુલ ફોર્મ શુ છે?

SMPSનું પૂરું નામ સ્વીચ મોડ પાવર સપ્લાય (Switch Mode Power Supply) છે. આ SMPSનો ઉપયોગ કમ્પ્યુટરને પાવર આપવા અને તેના નિયંત્રણ માટે કરવામાં આવે છે. SMPS કમ્પ્યુટરના અલગ-અલગ પાર્ટ સુધી ઇલેક્ટ્રિક પાવરને પહોચાડવાનું કામ કરે છે.

SMPS વિશે બેઝિક જાણકારી

  • જ્યારે તમે કમ્પ્યુટરને તમારા ઘરમાં રહેલા પાવર બોર્ડમાંથી પાવર આપશો એટલે એ પાવર ACમાં હોય છે. ACનો મતલબ થાય ઓલ્ટરનેટિવ કરંટ. હવે જ્યારે આ પાવર SMPSની અંદર જશે એટલે તે સીધું DCમાં કન્વર્ટ થઈ જશે. DCનો મતલબ થાય ડાયરેક્ટ કરંટ. ક્યારેક આ SMPS પાવરને DCથી ACમાં કન્વર્ટ કરી નાખે છે એટલે આનું નામ આપડે સ્વીચ મોડ આપેલું છે. 

હવે તમને મનમાં થતું હશે કે આ પાવર કન્વર્ટ કઈ રીતે થતો હશે તો મિત્રો હું તમને જણાવું કે SMPSમાં એક ઇલેક્ટ્રોનિક્સ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ રહેલું હોય છે જેમાં કેપેસિટર અને રજીસ્ટર જેવા ઇલેક્ટ્રોનિક કંપોનેંટ્સ રહેલા હોય છે જેની મદદથી આ પાવરને કન્વર્ટ કરવામાં આવે છે.

  • માર્કેટની અંદર SMPS 480 વોટ્સ અને 1800 વોટ્સ એમ 2 પ્રકારમાં મળે છે પણ તમારે કમ્પ્યુટરની અંદરના પાર્ટ્સને ધ્યાનમાં રાખીને SMPSના વોટ્સ પસંદ કરવા જોઈએ કારણ કે કમ્પ્યુટરની અંદર રહેલા તમામ પાર્ટ્સને અલગ-અલગ વોલ્ટેજની જરૂર પડે છે. જો આ પાર્ટ્સને જે વોલ્ટેજ જોઈએ છે તે મળી રહે તો તમારા કમ્પ્યુટરમાં હાર્ડવેરનો પ્રોબ્લેમ આવતો નથી અને કમ્પ્યુટરનું આયુષ્ય વધી જાય છે.

SMPSના ફાયદા

  1. જ્યારે તમારા કમ્પ્યુટરમાં વોલ્ટેજ ઓછા આવે છે ત્યારે આ SMPSનો ઉપયોગ થાય છે. આ ઓછા વોલ્ટેજમાં પણ મેનેજ કરી લે છે.
  2. SMPS વજનમાં હળવું હોય છે.
  3. SMPSમાં અંદર પંખો લગાવેલો હોય છે જેનાથી તે ગરમ થતું નથી.

SMPSના ગેરફાયદા

  1. સ્વીચ મોડ પાવર સપ્લાય ઘણું બધું જટીલ હોય છે.
  2. સ્વીચ મોડ પાવર સપ્લાયમાં આઉટપુટ તરંગ વધારે હોય છે જેને નિયંત્રણ કરવું સહેલું નથી.
  3. સ્વીચ મોડ પાવર સપ્લાયનો ઉપયોગ માત્ર સ્ટેપ ડાઉન રેગ્યુલેટરમાં જ થાય છે.
  4. સ્વીચ મોડ પાવર સપ્લાયમાંથી પંખાનો હંમેશા અવાજ આવે છે.

SMPSના પ્રકાર કયા છે?

  1. એડવાન્સ ટેકનોલોજી
  2. એડવાન્સ ટેકનોલોજી એક્સટેન્ડ

તો મિત્રો આજે આપણે એવા જરૂરી સ્વીચ પાવર મોડ વિશેની જાણકારી મેળવી જેમાં આશા રાખું છું કે તમને જે જાણકારી મળવી જોઈએ તે મળી ગઈ હશે તો પણ જો તમારા મનમાં SMPS વિશે કોઈ સવાલ હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને તમારા મિત્રો સાથે આ માહિતીને શેયર કરી દેજો જેથી બીજા લોકોનું પણ નોલેજ વધે.

અમારી અન્ય પોસ્ટ:-

🔗 DMનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી

🔗 PDFનું ફુલ ફોર્મ અને તેના વિશે બેઝિક જાણકારી 

🔗 CDનું ફુલ ફોર્મ શુ છે? CD વિશે પાયાની જાણકારી

🔗 APIનું ફુલ ફોર્મ શું છે? API વિશે બેઝિક જાણકારી

🔗 BIOSનું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેસિક જાણકારી