Spotify વિશે રસપ્રદ જાણવા જેવી જાણકારી

Spotify દુનિયાની સૌથી લોકપ્રિય ઓડિઓ સ્ટ્રીમિંગ સર્વિસ છે જેની શરૂઆત 2006માં થઈ હતી પણ તેને 2008માં લોન્ચ કરવામાં આવી હતી.

Spotify પ્લૅટફૉર્મ પર જઈને તમે અલગ-અલગ મ્યુઝિક, પોડકાસ્ટ જેવા ઓડિઓ કન્ટેન્ટને સાંભળી શકો છો. આ એક ઓડિઓ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ છે. તેની શરૂઆત 23 એપ્રિલ 2006માં Daniel EK અને Martin Lorentzon દ્વારા સ્વીડનમાં થઈ હતી.

ચાલો આજે આપણે Spotify વિશે ઘણી રસપ્રદ જાણકારી જાણીએ.

Spotify વિશે રસપ્રદ જાણવા જેવી જાણકારી

સ્પોટીફાય વિશે વિશે રસપ્રદ જાણકારી (Facts About Spotify)

  • શું તમે જાણો છો કે Spotify પાસે હાલમાં 45.6 કરોડ (456 Million) જેટલા દર મહિનાના એક્ટિવ યુઝર છે જેના કારણે આ પ્લૅટફૉર્મ દુનિયાનું સૌથી લોકપ્રિય ઓડિઓ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ છે.
  • સપ્ટેમ્બર 2022 મુજબ 19.5 કરોડ (195 Million) એવા યુઝર છે જે Spotify ને પૈસા આપે છે જેનો અર્થ એ થયો કે આ યુઝર Spotify નું સબ્સ્ક્રિપ્શન ખરીદે છે.
  • Spotify પર હાલમાં 8 કરોડથી પણ વધારે ગીતો છે અને 47 લાખ જેટલા પોડકાસ્ટ છે જેને તમે મફતમાં સાંભળી શકો છો.
  • Spotify ની પ્રીમિયમ સર્વિસ પણ ઉપલબ્ધ છે જેમાં તેઓ વધારાની સુવિધા પૂરી પડે છે જેમ કે સાઉન્ડ ક્વોલિટીમાં વધારો, ઓફલાઇન સાંભળી શકાય, જાહેરાતો વગર ગીતો સાંભળવા મળે છે વગેરે.
  • Spotify એ 2021માં €9.66 અબજ યુરોની કમાણી કરી હતી અને જે દર વર્ષે 22% ના દરે વધે છે.
  • 2021માં Spotify ને સૌથી વધારે યુરોપમાં ઉપયોગ કરવામાં આવી હતી અને તેના પછી અમેરિકાનું નામ આવે છે જ્યાં Spotify નો વધારે ઉપયોગ થયો હતો.
  • શું તમને ખબર છે કે તમે Spotify નો ઉપયોગ મોટા ભાગના બધા જ ડિવાઇસમાં કરી શકો છો જેમ કે Windows, Linux, macOS કમ્પ્યુટર, iOS અને Android સ્માર્ટફોન, ટેબલેટ, સ્માર્ટ હોમ ડિવાઇસ, ડિજિટલ મીડિયા પ્લેયર વગેરે.

  • શું તમને ખબર છે? Spotify ને જુલાઈ 2011માં અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
  • Spotify એ ડિસેમ્બર 2021 સુધીમાં 24 અલગ-અલગ સંસ્થાઓને ખરીદી હતી.
  • Spotify નું માર્કેટ કેપ માર્ચ 2022 સુધી $23.88 અબજ ડોલરનું હતું.
  • Spotify ના ઘણા સ્પર્ધકો છે અને તેઓ પણ ગીતો સાંભળવાની સુવિધા આપે છે જેમ કે Youtube Music, Amazon Prime Music, Apple Music વગેરે.
  • Spotify હાલમાં 184 જેટલા દેશોમાં ઉપલબ્ધ છે.
  • 55% જેટલા યુઝરએ Spotify ઉપર ફેસબુક દ્વારા રજીસ્ટ્રેશન કરીને એકાઉન્ટ બનાવ્યું છે.
  • જ્યારથી Spotify ભારતમાં લોન્ચ થયું છે ત્યારથી Spotify બ્રાન્ડની લોકપ્રિયતા ભારતમાં 3 ગુણાથી વધી રહી છે.
  • 52% યુઝર એવા છે જેઓ Spotify નો ઉપયોગ સ્માર્ટફોન દ્વારા કરે છે.
  • શું તમને ખબર છે કે દરરોજ Spotify માં 60 હજાર જેટલા નવા ગીતો ઉમેરાય છે.
  • Spotify પર 20% એવા ગીતો છે જેને સાંભળવામાં નથી આવ્યા.

મિત્રો આશા છે કે Spotify વિશે આજે તમને ઘણું નવું જાણવા અને શીખવા મળ્યું હશે. આ માહિતી તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

આવી જ ઉપયોગી પોસ્ટ મેળવવા માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેના માટે તમારે 7600940342 અમારા વોટ્સએપ નંબર પર “Hii” મેસેજ કરવો પડશે.

અમારી અન્ય પોસ્ટ:

Sources