SSDનું ફુલ ફોર્મ શું છે? SSD વિશે બેઝિક જાણકારી

આજે આપણે એક સ્ટોરેજ ડિવાઇસ વિશે વાત કરવાના છે જેને SSD પણ કહેવાય છે. SSDનું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેઝિક જાણકારી આજે આપણે જાણીશું.

SSDનું ફુલ ફોર્મ શું છે?

SSDનું ફુલ ફોર્મ સોલિડ સ્ટેટ ડ્રાઈવ (Solid State Drive) છે.

SSD વિશે બેઝિક જાણકારી

  • સોલિડ સ્ટેટ ડ્રાઇવ એટલે કમ્પ્યુટરની અંદર ડેટાને સ્ટોર કરવા માટેનું એક ઉપકરણ.
  • સોલિડ સ્ટેટ ડ્રાઈવની અંદર કોઈ મિકેનિકલ પાર્ટ્સ હોતા નથી અને હાર્ડ ડ્રાઇવની જેમ તેની અંદર ડિસ્ક પણ નથી હોતી. આ પ્રકારની ડ્રાઈવમાં ડેટાને સ્ટોર કરવા માટે એક સેમી કંડકટર ઇલેક્ટ્રોનિક ચીપનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સોલિડ સ્ટેટ ડ્રાઈવના ભાવ અન્ય ડ્રાઈવ કરતા વધારે હોય છે અને તેની સાઈઝ નાની હોય છે.
  • તમને આ પ્રકારની ડ્રાઈવ એપલના લેપટોપમાં વધારે જોવા મળશે. બીજી કંપની પણ લેપટોપ અથવા કમ્પ્યુટરની અંદર આ પ્રકારની ડ્રાઇવ આપે છે.
  • સોલિડ સ્ટેટ ડ્રાઈવની અંદર ડેટાને સ્ટોર કરવા માટેની સ્પીડ હાર્ડ ડ્રાઈવ કરતા ઘણી ઝડપી હોય છે. આ પ્રકારની ડ્રાઈવનો બુટ સમય ઘણો ઓછો હોય છે લગભગ 10 સેકન્ડ જેવો હોય છે જેના લીધે તમે તમારા કમ્પ્યુટરને ઝડપથી ચાલુ અને બંધ કરી શકો છો.
  • સોલિડ સ્ટેટ ડ્રાઈવની અંદર ડેટાને ટ્રાન્સફર કરવાની સ્પીડ માઇક્રો સેકન્ડમાં હોય છે જેના લીધે તમારો ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી ટ્રાન્સફર થાય છે. સોલિડ સ્ટેટ ડ્રાઇવની આ સ્પીડને લીધે તમે તમારું કામ ઝડપથી કરી શકો છો.
  • સોલિડ સ્ટેટ ડ્રાઈવની અંદર કોઈ મિકેનિકેલ પાર્ટ હોતા નથી જેના લીધે ઈલેક્ટ્રિકસિટી ઓછી વપરાય છે જેથી તમારા કમ્પ્યુટર અથવા લેપટોપમાં પાવર સેવિંગ પણ થાય છે. જે લેપટોપની અંદર આ પ્રકારની ડ્રાઈવ જોવા મળે છે તેમાં બેટરી લાંબા સમય સુધી ચાલે છે.
  • સોલિડ સ્ટેટ ડ્રાઈવની અંદર કોઈ ભારે ભાગ નથી હોતા જેને લીધે જો તમારું લેપટોપ કોઈ પણ જગ્યાએથી નીચે પડે તો તમારી ડ્રાઈવ ડેમેજ નથી થતી જેના લીધે તમારો મહત્વનો ડેટા કરપ્ટ થતો નથી. બીજી ડ્રાઈવમાં ભારે ભાગ હોવાથી જો તે નીચે પડે છે તો તેની અંદરના ભારે ભાગ ડેમેજ થઈ જાય છે અને તમારો ડેટા પણ કરપ્ટ થઈ જાય છે.
  • સોલિડ સ્ટેટ ડ્રાઈવમાં ડેટા સ્ટોર કરવાની કેપેસિટી વિશે વાત કરું તો હાર્ડ ડ્રાઇવ કરતા આ ડ્રાઈવમાં ડેટાને સ્ટોર કરવા માટે ઓછી કેપેસિટી હોય છે. આ પ્રકારની ડ્રાઈવની સાઈઝ 128 GB અને 256 GB, 512 GB કે તેનાથી વધારે પણ હોય છે.
  • જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો છો અથવા કોપી પેસ્ટ કે તેમાં કોઈ સોફ્ટવેર ચલાવતા હોય તો તમારા સિસ્ટમમાંથી અવાજ આવતો હોય છે, તે અવાજ હાર્ડ ડ્રાઇવમાં રહેલી ડિસ્ક ગોળ-ગોળ ઝડપથી ફરવાને કારણે આવતો હોય છે પણ સોલિડ સ્ટેટ ડ્રાઇવમાં એવો કોઈ અવાજ આવતો નથી.

મિત્રો આશા છે કે તમને આજે SSD વિશે ઘણી જાણકારી જાણવા મળી હશે. તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તેમણે પણ આ નવી જાણકારી જાણવા મળે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-