SSHDનું ફુલ ફોર્મ શું છે? જાણો SSHD વિશે જાણકારી

તમને HDD અને SSD નું પૂરું નામ તો ખબર જ હશે કે HDD નું પૂરું નામ “હાર્ડ ડિસ્ક ડ્રાઇવ” થાય છે અને SSD નું પૂરું નામ “સોલિડ સ્ટેટ ડ્રાઇવ” થાય છે પણ શું તમને ખબર છે? કે SSHD નું પૂરું નામ શું છે? આજે આપણે SSHD વિશે જ વાત કરીશું કે તેનું પૂરું નામ શું છે? અને તેના વિશે થોડી જાણકારી જાણીશું.

SSHD નું પૂરું નામ શું છે?

SSHDનું ફુલ ફોર્મ શું છે?

SSHD નું પૂરું નામ સોલિડ સ્ટેટ હાઇબ્રિડ ડ્રાઇવ (Solid State Hybrid Drive) છે.

SSHD વિશે બેઝિક જાણકારી

  • જેવી રીતે હાર્ડ ડિસ્ક ડ્રાઇવને ટૂંકમાં HDD અને સોલિડ સ્ટેટ ડ્રાઇવને SSD કહેવાય છે તેવી જ રીતે સોલિડ સ્ટેટ હાઇબ્રિડ ડ્રાઇવને ટૂંકમાં SSHD કહેવાય છે.
  • SSHD માં આપણને એક HDD અને SSD બંને એક સાથે જોવા મળે છે એટલે એક SSHD માં આપણને HDD અને SSD ની બનાવટ એક સાથે જોવા મળે છે.
  • SSHD માં આપણને HDD નું મેગ્નેટિક પ્લેટર જે ગોળ-ગોળ ફરે છે અને SSD ની NAND ફ્લેશ મેમરી સાથે કંટ્રોલર એક સાથે જોવા મળે છે.
  • અત્યારની SSHD માં 1 TB જેટલું HDD સ્ટોરેજ અને 8 GB જેટલું સોલિડ સ્ટેટ કેશ સ્ટોરેજ જોવા મળે છે.
  • SSHD માં એક ફર્મવેર હોય છે જે યુઝરની જરૂરિયાત મુજબ જાતે નક્કી કરે છે કે કઈ ફાઈલો 8 GB વાળી સોલિડ સ્ટેટ સ્ટોરેજમાં લોડ થશે જેથી કોઈ પણ વસ્તુ જલ્દી ખૂલી શકે.
  • હાર્ડ ડિસ્ક કરતાં SSHD થોડી સારી હોય છે પણ SSHD સોલિડ સ્ટેટ ડ્રાઇવ જેવી ઝડપ નથી આપી શક્તિ કારણ કે તેમાં સોલિડ સ્ટેટ સ્ટોરેજ ઘણું ઓછું હોય છે જેથી તે જલ્દી ભરાઈ જાય છે.
  • ઓછા ભાવમાં એક સારું સ્ટોરેજ માધ્યમ લેવા માટે SSHD જેવી સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ થાય છે.

તો મિત્રો આશા છે કે તમને SSHD વિશે આ સામાન્ય જાણકારી પસંદ આવી હશે. SSHD વિશે તમારા શું વિચારો છે એ જરૂર જણાવજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-