Tesla વિશે રસપ્રદ જાણકારી

તમને અત્યાર સુધી એવું લાગતું હશે કે Tesla એક સામાન્ય ઇલેક્ટ્રીક ગાડીઓ બનાવતી કંપની છે પણ Tesla તેનાથી ઉપર એક ખૂબ સક્ષમ ટેક્નોલોજી કંપની પણ છે.

ચાલો જાણીએ Tesla વિશે ઘણી રસપ્રદ જાણકારી જે જાણીને તમને પણ Tesla કંપની વિશે આશ્ચર્ય થવા માંડશે.

Tesla Car Charging

Tesla વિશે જાણવા જેવી રસપ્રદ માહિતી

  • શું તમને ખબર છે? કે Tesla કંપનીની શોધ Elon Musk એ નથી કરી. Tesla ના સ્થાપકો Martin Eberhard અને Marc Tarpenning છે જેમને 2003માં Tesla ની સ્થાપના કરી હતી.
  • Tesla ની સ્થાપના થયા બાદ તેમની સાથે શરૂઆતમાં ઘણા લોકો જોડાયા હતા જેમાં JB Straubel, Marc Tarpenning, Ian Wright અને Elon Musk પણ હતા.
  • ફેબ્રુઆરી 2004માં એલોન મસ્કએ Tesla કંપનીમાં સિરીઝ A ફંડિંગ રાઉન્ડનું નેતૃત્વ કર્યું હતું અને એલોન મસ્ક Tesla માં ચેરમેન તરીકે જોડાયા અને પછી CEO બન્યા.
  • ત્યારબાદ Elon Musk, Martin Eberhard, JB Straubel, Marc Tarpenning, Ian Wright વચ્ચે એક કાનૂની સમજૂતી થઈ જેમાં તેઓ પોતાને Tesla ના સ્થાપકો તરીકે ઓળખાવે.
  • Tesla કંપનીનું નામ એક મહાન એંજીનિયર “નિકોલા ટેસ્લા” ના નામ ઉપરથી પડ્યું છે.
  • આ કંપનીનું હાલનું નામ “Tesla, Inc.” છે પણ 2003 થી 2017 સુધી તેનું  “ટેસ્લા મોટર્સ (Tesla motors)” નામ હતું.
  • 2008માં ટેસ્લાએ પોતાની પ્રથમ ઇલેક્ટ્રીક રોડસ્ટર (Tesla Roadster) ગાડી બહાર પાડી હતી જેને ટેસ્ટમાં એક સિંગલ ચાર્જમાં જ 394 કિલોમીટરની મુસાફરી પૂરી કરી હતી. ઇલેક્ટ્રીક ગાડી માટે આ એક આશ્ચર્યજનક વાત હતી.
  • આ રોડસ્ટર ગાડીને ગેસોલીન દ્વારા ચાલતી સ્પોર્ટ્સ ગાડીઓ સાથે પણ સરખાવવામાં આવતું હતું કારણ કે આ રોડસ્ટર ગાડી 0 થી 96 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી માત્ર 4 સેકન્ડમાં જ પહોચી શક્તિ હતી. તેની ટોચની સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પણ તે પહોચી શક્તિ હતી.
  • આશ્ચર્યની વાત તો એ છે કે આ રોડસ્ટર ગાડી ઇન્ટરનલ-કંબશન એંજિનનો ઉપયોગ ન કરતી હતી તેના કારણે પ્રદૂષણ ન જેવુ થતું હતું.
  • 2008માં Elon Musk ટેસ્લાના CEO બન્યા હતા. 2010માં ટેસ્લાનો IPO બહાર આવ્યો અને તેને 226 મિલ્યન ડોલર ઉઠાવ્યા હતા.
  • ટેસ્લાની Model S ગાડીને ઘણી વખત તેની સૌથી સારી ઇલેક્ટ્રીક ગાડીઓમાં ગણવામાં આવે છે. તેનું અસલી મોડેલ 2012માં આવ્યું હતું અને તેને ઘણા એવોર્ડ પણ જીત્યા હતા.

તો મિત્રો આ હતી Tesla વિશે ઘણી રસપ્રદ જાણવા જેવી જાણકારી. આશા છે કે તમને ઘણું જાણવા મળ્યું હશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: