જાણો બિલ ગેટ્સ શું વિચારે છે પોતાના બિંગ સર્ચ અને તેના હરીફ ગૂગલ વિશે!

માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે હમણાં AI ટેક્નોલોજીના વિકાસ અને ઈન્ડસ્ટ્રી ઉપર તેની અસર વિશે વાત કરી હતી.

બિલ ગેટ્સે જણાવ્યુ હતું કે AI ટેક્નોલોજી અને માઈક્રોસોફ્ટના બિંગ સર્ચને કારણે ગૂગલના નફામાં ઘટાડો થઈ શકે છે.

માઈક્રોસોફ્ટ AI માં નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યું છે અને હમણાં ChatGPT આધારિત નવું બિંગ સર્ચ એન્જિન લોન્ચ કર્યું છે.

આંતરરાષ્ટ્રીય સર્ચ માર્કેટમાં 93% હિસ્સા સાથે Google હજુ પણ એક મોટું નામ છે, જ્યારે Bing માત્ર 3% સર્ચ માર્કેટ ધરાવે છે.

બિલ ગેટ્સ માને છે કે AI રેસમાં કોઈ વિજેતા નથી, પરંતુ માઇક્રોસોફ્ટ હાલ AIમાં આગળ છે.

માઇક્રોસોફ્ટનું બિંગ સર્ચ તેના યુઝરની જરૂરિયાતોને સમજવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, અને બિલ ગેટ્સ તેની ક્ષમતાઓમાં વિશ્વાસ ધરાવે છે.