દુનિયામાં કમ્પ્યુટર માટે ઘણા લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં “ઉબન્ટુ (Ubuntu)” ઓપરેટિંગ સિસ્ટમનું નામ પણ શામેલ છે.
ઉબન્ટુ વિશ્વના લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમની શ્રેણીમાં આવતું એક લિનક્સ-આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે જે પોતાની સરળતા અને સુરક્ષા માટે જાણીતું છે.
આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ ડેવ્લોપર ખૂબ વધારે કરતાં હોય છે. ઉબન્ટુ OS ઓપન સોર્સ છે જેના કારણે તમે તેને મફતમાં ડાઉનલોડ અને ઉપયોગ કરી શકો છો.
આ પોસ્ટમાં આપણે જાણીશું કે ઉબન્ટુ શું છે, તેનો ઇતિહાસ અને તેના ફીચર્સ પણ જાણીશું.
ઉબન્ટુ શું છે? – What is Ubuntu in Gujarati?
ઉબન્ટુ એક લિનક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે જેની શરૂઆત વર્ષ 2004માં કમ્પ્યુટર માટે કરવામાં આવી હતી. આ ઓપરેટિંગ સિસ્ટમ ખાસ કમ્પ્યુટર માટે બનાવવામાં આવ્યું છે.
UK ની Canonical નામની સોફ્ટવેર કંપનીએ આ OS ને લિનક્સની મદદથી બનાવ્યું છે. ઉબન્ટુ ઓપન સોર્સ હોવાથી તેને ડાઉનલોડ અને ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે.

ડેસ્કટોપ અને સર્વર બંને માટે આ OS કામ કરે છે.
ઉબન્ટુ OS તેની સરળતા માટે પણ જાણીતું છે અને તે ઓપન સોર્સ છે. આમાં તમે વેબ બ્રાઉઝિંગ, ઓફિસ માટેના એપ્લિકેશન, મીડિયા પ્લેયર અને ઘણા અલગ-અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો.
આ OS સુરક્ષિત હોય છે અને તેને સુરક્ષિત રાખવા માટે તેમાં રેગ્યુલર અપડેટ અને પેચ દ્વારા તેની સુરક્ષા વધારવામાં આવે છે.
ઉબન્ટુ ઇતિહાસ – History of Ubuntu in Gujarati
ઉબન્ટુની શરૂઆત ઓક્ટોમ્બર 2004માં Canonical નામની UK આધારિત સોફ્ટવેર કંપની દ્વારા કરવામાં આવી હતી અને આ કંપનીની શરૂઆત Mark Shuttleworth દ્વારા કરવામાં આવી છે જેઓ દક્ષિણ આફ્રિકાના છે.

આ OS નું નામ “Ubuntu” કમ્યૂનિટી, કરુણા અને માનવતાને સંબોધિત કરે છે અને આ ફિલોસોફીને ધ્યાનમાં રાખીને જ આ OS ને બનાવવામાં આવ્યું હતું.
ઉબન્ટુનું પહેલું વર્ઝન ડેબિયન લિનક્સ ઉપર આધારિત હતું અને લોકો લિનક્સનો સરળતાથી ઉપયોગ કરી શકે એ માટે ઉબન્ટુ OS નું નિર્માણ લિનક્સની મદદથી કરવામાં આવ્યું છે.
ત્યારબાદ આ OS ની લોકપ્રિયતા ઘણી વધતી ગઈ અને અત્યારે લિનક્સ આધારિત OS માં આ લોકપ્રિય OS ની લિસ્ટમાં આવે છે.
ઉબન્ટુની મુખ્ય વિશેષતાઓ – Features of Ubuntu in Gujarati
ચાલો ઉબન્ટુની થોડી વિશેષતાઓ જાણીએ.
- ઉબન્ટુ OS માં તમને એક સરસ મજાનો સારો યુઝર ઇન્ટરફેસ જોવા મળે છે જેના કારણે તમને એક જગ્યા પરથી બીજી જગ્યા પર નેવિગેટ કરવા માટે સરળતા રહે છે.
- તમને પહેલાથી ઇન્સ્ટોલ થયેલા ઇન-બિલ્ટ સોફ્ટવેર પણ જોવા મળે છે જેમ કે ઓફિસ સોફ્ટવેર, મીડિયા પ્લેયર અને વેબ બ્રાઉઝર વગેરે.
- ઉબન્ટુને તમે તમારી જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઇઝ કરી શકો છો.
- ઉબન્ટુ OS એક ઓપન સોર્સ પ્લૅટફૉર્મ છે જેના લીધે તેનો કોડ તમને ફ્રીમાં ઉપયોગ કરવા માટે મળે છે.
ઉબન્ટુ સાથે શરૂઆત કેવી રીતે કરવી? – How to start with Ubuntu in Gujarati?
જો તમારે ઉબન્ટુ OS નો ઉપયોગ તમારા કમ્પ્યુટરમાં કરવું હોય તો તમે તે સરળતાથી કરી શકો છો.

- સૌપ્રથમ તેની ISO ફાઇલ ઉબન્ટુની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરો.
- પછી તેને USB ડ્રાઇવમાં બૂટ કરો.
- હવે તે USB ડ્રાઇવની મદદથી તમે આ OS ને તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીને ઉપયોગ કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQ
હા, તમે ઉબન્ટુનો ઉપયોગ મફતમાં જ કરી શકો છો કારણ કે તે એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેને તમે તેની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને પછી ઇન્સ્ટોલ કરીને ઉપયોગ કરી શકો છો.
બસ તમારી પાસે 2 Ghz ડ્યુઅલ-કોર પ્રોસેસર, 4 GB રેમ અને 25 GB સ્ટોરેજ હશે તો તમે સરળતાથી આ OS ને તમારા કમ્પ્યુટરમાં ચલાવી શકો છો.
હા, અન્ય ઓપરેટિંગ સિસ્ટમ જેમ કે Windows અથવા macOS સાથે ઉબન્ટુને ડ્યુઅલ-બૂટ કરવું શક્ય છે. આ માટે તમારે ઉબન્ટુને ધ્યાનથી પૂરા માર્ગદર્શન સાથે ઇન્સ્ટોલ કરવું જોઈએ નહિતર તમારા કમ્પ્યુટરના ડેટા ભૂલમાં ડિલીટ થઈ શકે છે.
નિષ્કર્ષ
ઉબન્ટુ એક ખૂબ જ શક્તિશાળી, યુઝર માટે ઉપયોગી અને સુરક્ષિત OS છે જે Linux ની મદદથી બનાવવામાં આવ્યું છે. તમે તેનો ઉપયોગ વ્યાવસાયિક રીતે અથવા વ્યક્તિગત ઉપયોગ માટે કરી શકો છો.
આશા છે કે આ પોસ્ટ તમને ઉપયોગી થશે.
તમારો ખૂબ આભાર.
Nice explanation. Loved it.😍
Thank you Nishant! ❤️❤️