UPI વિશે જાણવા જેવી જાણકારી

UPI એટલે “Unified Payments Interface“, ડિજિટલી ઝડપી પૈસાને એક બેન્ક એકાઉન્ટમાથી બીજા બેન્ક એકાઉન્ટમાં મોબાઇલ દ્વારા સરળતાથી ટ્રાન્સફર કરવાનું માધ્યમ.

મિત્રો આજે આપણે UPI વિશે ઘણી રસપ્રદ જાણવા જેવી માહિતી જાણીશું જે તમને જરૂર ઉપયોગી થશે.

UPI વિશે રસપ્રદ માહિતી

UPI વિશે રસપ્રદ માહિતી

  • UPI એક રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે જેને NPCI (National Payments Corporation of India) દ્વારા બનાવવામાં આવ્યું છે.
  • ફેબ્રુઆરી 2022 સુધી UPI માં 304 જેટલી બેન્ક ઉપલબ્ધ હતી જેમાં મહિનાના 4.52 અબજ ટ્રાન્ઝેક્શન થાય છે અને તેની વેલ્યૂ 8.26 લાખ કરોડ રૂપિયા છે.
  • 2016 થી 67 મહિના સુધી UPI એ ટોટલ 34.95 લાખ કરોડ જેટલા રૂપિયાને ટ્રાન્સફર કર્યા છે.
  • મે 2021 સુધી આ પ્લૅટફૉર્મ પર મહિનાના 15 કરોડ એક્ટિવ યુઝર હતા.
  • UPI ની મોટી સફળતાને કારણે ભારત દુનિયાનું સૌથી મોટું રિયલ ટાઈમ પેમેન્ટ માર્કેટ બની ગયું છે જેમાં વાર્ષિક 25.50 અબજનું ટ્રાન્ઝેક્શન થાય છે, આ ડેટા 2020ના છે.
  • UPI ને કારણે બે બેન્ક વચ્ચે પૈસા મોકલવું સરળ થઈ ગયું છે અને એ પણ સ્માર્ટ ફોન દ્વારા.
  • જ્યારે યુઝર UPI એકાઉન્ટ બનાવે છે તો તેનું એક VPA (Virtual Private Address) બને છે જે એક એડ્રેસ જેવુ કામ કરે છે અને તેના પર પૈસા મોકલી શકાય છે.
  • UPI સિસ્ટમ 24 કલાક અને 7 દિવસ કામ કરે છે, તમે રજાઓમાં પણ ઉપયોગ કરી શકો છો.
  • UPI સિસ્ટમમાં એક વખત બેન્કની માહિતી ઉમેરવાની હોય છે અને પછી વારંવાર UPI દ્વારા પેમેન્ટ કરતી વખતે બેન્કની જાણકારી નથી ભરવાની હોતી.
  • તમારે પેમેન્ટ કરતી વખતે ATM કાર્ડની માહિતી પણ નથી ભરવાની હોતી.

UPI ના આવા ઘણા નાના -મોટા ફીચર્સ UPI ને ખાસ બનાવે છે અને આ કારણે તે લોકપ્રિય છે.

આશા છે કે આ UPI વિશેની ખાસ જાણકારી તમને ઉપયોગી થઈ હશે, તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: