જ્યારે ભારતમાં ડિજિટલ ક્રાંતિ ન હતી ત્યારે લોકોને એક બેન્ક એકાઉન્ટમાથી બીજા બેન્ક એકાઉન્ટમાં જો પૈસા ટ્રાન્સફર કરવા હોય તો તેમણે ઘણો સમય રાહ જોવી પડતી હતી.
પણ જ્યારથી ભારત ડિજિટલ બની રહ્યું છે ત્યારથી હવે પૈસાને આપણે એક બેન્ક એકાઉન્ટમાથી બીજા બેન્ક એકાઉન્ટમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકીએ છીએ.
આજે આપણે UPI વિશે વાત કરીશું જેનું પૂરું નામ છે “યુનિફાઇડ પેમેંટ્સ સર્વિસ (Unified Payments Interface)“
UPI શું છે? – UPI in Gujarati
UPI એટલે “Unified Payments Interface“
UPI એક એવું સિસ્ટમ છે જેના દ્વારા તમે રિયલ ટાઈમ પોતાના પૈસાને એક બેન્ક એકાઉન્ટમાથી બીજા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.
UPI એક એવું માધ્યમ છે જેના દ્વારા જો તમારે પોતાના પૈસાને એક એકાઉન્ટમાથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું હોય તો તમે તમારા મોબાઇલ ફોનમાં UPI આધારિત પેમેન્ટ એપ ડાઉનલોડ કરીને પૈસાને ટ્રાન્સફર સરળતાથી કરી શકો છો.
“UPI ની શરૂઆત 2016માં થઈ હતી જ્યારે નોટબંધી ચાલતી હતી અને લોકો પોતાના પૈસાને બેન્કમાંથી લેવા માટે લાંબી-લાંબી લાઈનોમાં ઊભા રહેતા હતા.”
ત્યારે બસ એક જ રસ્તો હતો કે બધાએ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને પૈસાની લેવડ-દેવડ કરવી જોઈએ.
ટૂંકમાં કહું તો UPI એક પેમેન્ટ ઇન્ટરફેસ છે જે તમારા પૈસાને એક બેન્કમાથી બીજા બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે.
આમાં રિયલ ટાઇમ પેમેન્ટ થાય છે, તેનો અર્થ એ છે કે તમે જે સમયે પેમેન્ટ કરવાનું બટન દબાવ્યું અને થોડાક જ સેકન્ડમાં તમારા પૈસા બેન્ક એકાઉન્ટમાથી સામેવાળા વ્યક્તિના ખાતામાં પહોચી જાય છે.
UPI ને કોણે બનાવ્યું?
UPI ને NPCI (નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા – National Payments Corporation of India) દ્વારા બનાવવામાં આવ્યું છે જે ભારતમાં જે ઇન્ટરબેન્ક ટ્રાન્ઝેક્શન થાય છે તેને મેનેજ કરવાનું કામ કરે છે અને આ RBI (Reserve Bank of India) નો એક સ્પેશિયલ વિભાગ છે.
RBI દ્વારા પણ UPI નિયંત્રણ થાય છે જેનું પૂરું નામ “Reserve Bank of India” છે.
UPI ને RBI દ્વારા જ નિયંત્રણ કરવાનું હોવાથી જો તમારું ખાતું બેન્ક ઓફ બરોડામાં હોય તો તમે બીજી કોઈ બેન્કના એકાઉન્ટમાં પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
UPI કેવી રીતે કામ કરે છે?
IMPS નું પૂરું નામ Immediate Payment Service છે.
જ્યારે UPI ન હતું ત્યારે જો તમારે રિયલ ટાઇમમાં પૈસાને એક બેન્ક એકાઉન્ટમાથી બીજા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું હોય તો તમારે IMPS નો ઉપયોગ કરવો પડે જેની શરૂઆત 2010માં થઈ હતી.
જે UPI સિસ્ટમ છે તે IMPS ટેક્નોલોજી પર કામ કરે છે.
IMPS માં તમારે બેન્ક એકાઉન્ટ હોલ્ડરનું નામ, IFSC કોડ, એકાઉન્ટ નંબર જેવી વગેરે માહિતી ઘડીએ ઘડીએ પૈસા ટ્રાન્સફર કરતી વખતે ઉમેરવી પડતી પણ UPI માં તમારે ખાલી એક વખત બેન્ક એકાઉન્ટ કનેક્ટ કરવાનું હોય છે.
UPI માં તમે એક વખત બધુ સેટ-અપ કરો એટલે પછી તમારે દર વખતે પૈસા ટ્રાન્સફર કરતી વખતે વધારે માહિતી ભરવાની જરૂર નથી હોતી.
બસ તમારે UPI id અને UPI PIN કોડની જરૂર પડે છે, UPI id એટલે તમારો એક એડ્રેસ જે Virtually હોય છે.
“તમારી UPI id દ્વારા કોઈ બીજો UPI યુઝર તમને પૈસા મોકલી શકે છે અને તમે પણ બીજાના UPI id પર પૈસા મોકલી શકો છો અને તે પેમેન્ટને કન્ફર્મ કરવા માટે UPI પિન કોડની જરૂર પડે છે જે 4 કે 6 આંકડાનો નંબર હોય છે.”
UPI id હોવાથી તમારે સામેવાળા વ્યક્તિનો બેન્ક એકાઉન્ટ હોલ્ડરનું નામ, IFSC કોડ, એકાઉન્ટ નંબર જેવી વગેરે માહિતી માંગવાની જરૂર નથી, બસ UPI id દ્વારા તમે પૈસા તે વ્યક્તિને મોકલી શકો છો.
UPI નો ઉપયોગ કરવા માટે શું-શું જોઈએ?
UPI સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારી પાસે કોઈ UPI સભ્ય હોય તેવી બેન્કનું એકાઉન્ટ હોવું જોઈએ, UPI સાથે ઘણી બધી બેન્ક સભ્ય તરીકે છે, હાલ નવેમ્બર 2021 પ્રમાણે 261 જેટલી બેન્ક UPI સાથે સભ્ય છે.
તમારી પાસે સભ્ય બેન્કનું એકાઉન્ટ, બેન્ક એકાઉન્ટ સાથે રજીસ્ટર મોબાઇલ નંબર અને ડેબિટ કાર્ડ જરૂરી છે.
પછી તમારો UPI id અને પિન બની જશે.
મુખ્ય રીતે જણાવું તો તમારી પાસે એક સ્માર્ટફોન અને તેમાં UPI આધારિત પેમેન્ટ એપ પણ હોવી જોઈએ જેમ કે BHIM, Google Pay, PhonePe જેવી વગેરે એપ.
UPI નો ઉપયોગ કઈ રીતે કરી શકાય?
UPI નો ઉપયોગ કરવા માટે તમે કોઈ પણ UPI આધારિત પેમેન્ટ એપમાં UPI આઈડી બનાવી શકો છો અને પૈસાની લેવડ-દેવડ કરી શકો છો.
UPI ની શરૂઆત કેમ થઈ?
- તમે 24 કલાક અને 7 દિવસ પૈસાની લેવડ-દેવડ બેન્ક એકાઉન્ટ દ્વારા કરી શકો તેના માટે.
- તમે રિયલ ટાઇમ પૈસા ટ્રાન્સફર કરી શકો.
- તમારે પૈસા બેન્કમાથી લેવા માટે લાંબી લાઈનોમાં ન ઊભું રહેવું પડે તેના માટે.
- તમે શોપિંગ માટે પણ સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
- તમારા પૈસા સુરક્ષિત રીતે સામેના વ્યક્તિને પહોચે તેના માટે.
આવા ઘણા કારણોને લીધે UPI ની શરૂઆત થઈ છે, આશા છે કે આજે તમને UPI વિશે ઘણું જાણવા મળ્યું હશે, તમારા મિત્રોને આ UPI વિશે જરૂર જણાવજો.
અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: