ઇન્ટરનેટ પર તમને લાખો-કરોડો ડેટા જોવા મળે છે જેમ કે ફોટા, વિડિયો, ડોક્યુમેંટ્સ, મ્યુઝિક ફાઇલ, યૂટ્યૂબ ચેનલો, વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ, ટ્વિટર એકાઉન્ટ, ઓનલાઇન પ્રોડક્ટ, અલગ-અલગ વેબસાઇટ વગેરે. ઇન્ટરનેટ પર આટલા બધા સંસાધનો તમને જોવા મળે છે.
જો તમારે આટલા વિશાળ ઇન્ટરનેટ પર કોઈ તમારી મનપસંદની વસ્તુ શોધવી અથવા જોવી હોય તો તમે તે કેવી રીતે શોધશો? આ બધા જ ડેટાનું એક એડ્રેસ હોય છે જેને વેબ એડ્રેસ (Web Address) કહેવાય છે. ઇન્ટરનેટ પરની બધી ફાઈલો, વિડિયો, મ્યુઝિક, સોશિયલ મીડિયા એકાઉન્ટ, સોફ્ટવેર, યૂટ્યૂબ ચેનલો, વેબસાઇટ વગેરેને એક URL લિન્ક આપવામાં આવે છે.
URL લિન્ક બધા જ ડેટાની અલગ-અલગ હોય છે, જો તમે કોઈ URL લિન્ક પોતાના વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં ઉમેરીને ખોલશો તો તમારો તે ડેટા ઇન્ટરનેટ પરથી તમારા મોબાઇલ કે કમ્પ્યુટર બ્રાઉઝરમાં ખૂલી જશે.
URL એટલે “યુનિફોર્મ રિસોર્સ લોકેટર (Uniform Resource Locator)“. ઇન્ટરનેટ પરના બધા જ ડેટાને અલગ-અલગ URL એડ્રેસ મળ્યા હોય છે જેના દ્વારા તે સામગ્રી શું છે એ જાણી શકાય છે, આ URL દ્વારા તે સામગ્રીને એક ઓળખ આપી શકાય છે.
જેમ કે આપણે યૂટ્યૂબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેરે પર વિડિયો અપલોડ કરીએ છીએ ત્યારે તેને ટાઇટલ કે કેપશન જરૂર આપીએ છીએ જેના દ્વારા જો કોઈ બીજો વ્યક્તિ તમારું તે ટાઇટલ કે કેપ્શન ઇન્ટરનેટ પર સર્ચ કરે તો તેને સરળતાથી તમારો વિડિયો દેખાય,
જો તમે તે વિડિયો અપલોડ કરતી વખતે તેમાં કોઈ ટાઇટલ કે કેપ્શન ન મૂકો તો તમારા દ્વારા તે વિડિયોને કોઈ ઓળખ ન મળે પણ તેનું એક URL લિન્ક ઓટોમેટિક બની જાય છે. આ URL દ્વારા તે વિડિયો ખોલી શકાય છે અને જોઈ શકાય છે.
આશા છે કે URL વિશે તમને થોડી ઘણી સમજણ જરૂર પડી હશે, તમારો ખૂબ આભાર.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: