
USBનું ફુલ ફોર્મ શુ છે? – What is the Full Form of USB in Computer?
યુએસબી (USB)નું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ (Universal Serial Bus) છે.
USB પોર્ટના અલગ-અલગ પ્રકાર – Types of USB Ports
-
USB Type-A
-
USB Type-B
-
USB Mini-B
-
USB Micro-B
-
USB Type-C
USBના ઉપયોગ – Uses of USB
-
USB દ્વારા મોબાઇલનો ઇન્ટરનેટ ડેટા કમ્પ્યુટરમાં ઉપયોગ કરી શકાય છે.
-
USB દ્વારા Router દ્વારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ડેટા Access કરી શકાય છે.
-
USB દ્વારા ફાઇલ્સનું આદાન-પ્રદાન કરી શકાય છે.
-
USB દ્વારા ડિવાઇસને Charge પણ કરી શકાય છે.
-
USB દ્વારા કમ્પ્યુટરમાં પેન ડ્રાઇવ જેવા External સ્ટોરેજ ડિવાઇસ પણ ઉમેરી શકાય છે.
-
USB પોર્ટનો ઉપયોગ માઇક, કીબોર્ડ, માઉસ, પેનડ્રાઈવ, ગેમ કન્ટ્રોલર, પ્રિન્ટર, સ્કેનર, રિમૂવેબલ મીડિયા ડ્રાઈવ વગેરેમાં થાય છે.
USBની શરૂઆત – Invention of USB
USBને સૌથી પહેલા અજય ભટ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ હતુ. ત્યારે તેમની ટીમ ઇન્ટેલ કંપની સાથે જોડાયેલી હતી અને તેની સાથે તેઓ બીજી અલગ અલગ 7 કંપનીઓ સાથે કામ કરી રહ્યા હતા. તે કંપનીના નામ જેમ કે ઇન્ટેલ, ડેક, IBM, નોર્ટલ, એનઈસી, માઇક્રોસોફ્ટ, કોમ્પેક વગેરે છે.
USBના વર્ઝન – Versions of USB
-
USB 1.0 : આ વર્ઝનને સૌથી પહેલા 1996માં લોન્ચ કરવામાં આવેલ હતું. આની ડેટા ટ્રાન્સફર સ્પીડ 12 Mbit/s છે.
-
USB 2.0 : આ વર્ઝનને સૌથી પહેલા 2000માં લોન્ચ કરવામાં આવેલ હતું. આની ડેટા ટ્રાન્સફર સ્પીડ 480 Mbit/s છે.
-
USB 3.0 : આ વર્ઝનને સૌથી પહેલા 2008માં લોન્ચ કરવામાં આવેલ હતું. આની ડેટા ટ્રાન્સફર સ્પીડ 5 Gbit/s છે.
-
USB 3.1 : આ વર્ઝનને સૌથી પહેલા 2013માં લોન્ચ કરવામાં આવેલ હતું. આની ડેટા ટ્રાન્સફર સ્પીડ 10 Gbit/s છે.
-
USB 3.2 : આ વર્ઝનને સૌથી પહેલા 2017માં લોન્ચ કરવામાં આવેલ હતું. આની ડેટા ટ્રાન્સફર સ્પીડ 20Gbit/s છે.
-
USB 4 : આ વર્ઝનને સૌથી પહેલા 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેની ડેટા ટ્રાન્સફર સ્પીડ 40Gbit/s છે.
USB પોર્ટના ફાયદા – Advantages of USB
-
તમે આનો ઉપયોગ સરળ રીતે કરી શકો છો અને આનો ઉપયોગ કરવામાં કોઈ પણ જાતનો ખતરો નથી.
-
જ્યારે તમે આનો ઉપયોગ બે ડીવાઈસને કનેક્ટ કરવા માટે કરો છો ત્યારે બંને વચ્ચે સ્પાર્ક થવાનો પ્રોબ્લેમ રહેતો નથી.
-
કોઈ પણ ડિવાઈસ માટે તેનું ઇન્ટરફેસ સરખું છે.
-
જ્યારે તમારે તેને ઉપયોગમાં લેવાનું હોય ત્યારે તમે કનેક્ટ કરી શકો છો અને ઉપયોગ ના કરવાનો હોય ત્યારે ડિસ્કનેક્ટ કરી શકો છો.
-
સૌથી મુખ્ય ફાયદો એ છે કે તમે વધારે સ્પીડથી બધો ડેટા એક ડીવાઈસમાંથી બીજા ડિવાઈસમાં ટ્રાન્સફર કરી શકો છો.
-
આનો ઉપયોગ કરવા માટે બહુ ઓછી ઉર્જાની જરૂર પડે છે એટલે આનો ઉપયોગ કરવો તે લોકો વધારે પસંદ કરે છે.
અમારી અન્ય પોસ્ટ:-