Virus નું પૂરું નામ શું છે? | Virus Full Form in Gujarati

મિત્રો તમે બધા વાયરસ નામથી વાકેફ છો. વાયરસ ઘણી બધી પ્રકારના હોય છે જેમ કે હેલ્થ વાયરસ, કમ્પ્યુટર વાયરસ, મોબાઈલ વાયરસ વગેરે. 

આજે હું તમને કમ્પ્યુટર અને મોબાઈલમાં આવતા વાયરસનું ફુલ ફોર્મ આપીને તેના વિશે બેઝિક માહિતી આપીશ. 

દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કે જે Virus નામ જાણે છે પરંતુ તેના ફુલ ફોર્મની ખબર હોતી નથી તો ચાલો આપણે જાણીએ કે Virus નું ફુલ ફોર્મ શું છે? અને તેના વિશે બેઝિક જાણકારી.

Virus Full Form in Gujarati

Virus નું ફુલ ફોર્મ શું છે?

Virus નું ફુલ ફોર્મ એટલે “વાઇટલ ઇન્ફર્મેશન રિસોર્સ અંડર સિઝ(Vital Information Resource Under Seize).

કમ્પ્યુટર વાઇરસ એક પ્રકારનો પ્રોગ્રામ હોય છે જેને માનવ દ્વારા નિર્માણ કરવામાં આવે છે, આ વાઇરસ તમારા કમ્પ્યુટરમાં તમને જાણ થયા વગર લોડ થઈ જાય છે અને તમારી ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરે છે.

આ વાઇરસ તમારા કમ્પ્યુટરને અંદરથી કોઈ પણ રીતે નુકસાન પહોચાડવાનું કામ કરે છે.

વાયરસનો ઉપયોગ કેમ કરવામાં આવે છે?

કમ્પ્યુટરમાંથી ડેટાની ચોરી કરવી, કમ્પ્યુટરનું કોઈ પણ રીતે એક્સેસ મેળવવું, કમ્પ્યુટરને ખરાબ કરવું અથવા તો બંધ કરી દેવું. 

ઘણી બધી રીતે વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક ચોરને પકડવા માટે પણ વાયરસનો ઉપયોગ થાય છે.

કમ્પ્યુટર વાયરસના પ્રકાર વિશે જાણકારી

બુટ સેક્ટર વાયરસ (Boot Sector Virus)

આપણને ખબર છે કે આપણો બધો જ ડેટા કમ્પ્યુટરની અંદર રહેલી સ્ટોરેજ ડીવાઈસ એટલે કે હાર્ડડિસ્કમાં સ્ટોર થાય છે. 

બુટ સેક્ટર વાયરસ તમારી આ હાર્ડડિસ્કને ખરાબ કરી નાખે છે. આ વાઇરસ કમ્પ્યુટરની બુટ સિસ્ટમ, હાર્ડ ડિસ્ક અને તેની અંદર રહેલા સોફ્ટવેર પર કામ કરે છે.

કમ્પ્યુટરને ચાલુ કરો એટલે બુટ સેક્ટર વાયરસને લીધે તમારા પીસીને ચાલુ થવામાં ઘણી સમસ્યા આવે છે.

ફાઈલ ઇન્જેક્ટર વાયરસ (File Injector Virus)

કોઈ પણ સોફ્ટવેર તમે જયારે ઇન્સ્ટોલ કરો છો ત્યારે તે સોફ્ટવેરની મહત્વની ફાઈલ .exe એક્સટેન્શનમાં હોય છે. જે કમ્પ્યુટર ની (C:) ડ્રાઈવમાં સ્ટોર હોય છે, આ ફાઈલ ઇન્જેક્ટર વાયરસ .exe ફાઈલને નુકસાન કરે છે. જેનાથી તમારો સોફ્ટવેર ચાલતો બંધ થઈ જાય છે અને ઘણી સમસ્યા થાય છે.

મેક્રો વાયરસ (Macro Virus)

માઇક્રોસોફ્ટ ઓફીસની જે પ્રોડક્ટ છે જેમ કે માઇક્રોસોફ્ટ એક્સેલ, માઈક્રોસોફ્ટ વર્ડ, માઈક્રોસોફ્ટ એક્સેસ વગેરે. આવા બધા સોફ્ટવેરને મેક્રો વાઇરસ નુકસાન કરે છે.

આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કરીને જે તમે કામની ફાઈલો બનાવી હોય તેને આ વાઇરસ ખરાબ કરી નાખે છે.

પાર્ટીશન ટેબલ વાયરસ (Partition Table Virus)

તમે બધા જાણો છો કે આપણે હાર્ડ ડિસ્કમાં ડેટાને સ્ટોર કરવા માટે અમુક સાઈઝમાં ભાગ પાડવા પડે જેને પાર્ટીશન કહેવામાં આવે છે. જેમ કે C ડ્રાઇવ, D ડ્રાઇવ, E ડ્રાઇવ વગેરે.

આ વાયરસ પાર્ટીશનને નુકસાન કરે છે. ડેટાને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી પણ તેની સાઈઝમાં નુકસાન થાય છે. રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે RAM માં પણ ઘણી સમસ્યા આવવા માંડે છે..

કમ્પ્યુટરમાં વાયરસ ન આવે તેના માટે શું કરવું જોઈએ?

કમ્પ્યુટરમાં વાયરસ ન આવે તે માટે તમારે લાયસન્સ વાળો એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવો જરૂરી છે. આ એન્ટીવાયરસ તમારા કમ્પ્યુટરમાં વાયરસને ઘુસવા નહિ દે અથવા તો વાઇરસ પહેલાથી હશે તો એને તરત જ દૂર કરી દેશે.

તમે કોઈ થર્ડ પાર્ટી વેબસાઇટ પરથી ક્રેક સોફ્ટવેર અને ક્રેક ગેમિંગ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું પણ જરૂર ટાળો.

વાયરસ કમ્પ્યુટરમાં કેવી રીતે આવે છે?

  • તમે કોઈ સોફ્ટવેર કે ગેમને થર્ડ પાર્ટી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરો છો.
  • તમે કોઈ ક્રેક વર્ઝન સોફ્ટવેરનો ઉપયોગ કરો છો.
  • તમે જે-તે વેબસાઇટમાં જતાં રહો છો.
  • તમે જે તે વેબસાઇટને તમારા સિસ્ટમનો એક્સેસ આપો છો.
  • તમે કોઈ પણ અજાણી લિન્ક પર ક્લિક કરી લો છો.

આવા ઘણા બધા કારણ છે જેને લીધે તમારા કમ્પ્યુટરમાં વાઇરસ પ્રવેશ છે.

મિત્રો હંમેશા યાદ રાખો કે કમ્પ્યુટરની અંદર રહેલા વાયરસ કમ્પ્યુટરનું આયુષ્ય ઓછું કરી નાખે છે. 

તો આશા રાખું છું કે તમે હવે આ માહિતીથી કઈક નવું શીખીને કમ્પ્યુટરમાં વાયરસને આવવા નહિ દો અને વાઇરસ હશે તો એન્ટીવાયરસ સોફ્ટવેરની મદદથી તેને દુર કરી નાખશો.

આ માહિતીને બીજા લોકો સુધી શેયર કરીને તેની પણ મદદ કરો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-