VPA નું ફુલ ફોર્મ
VPA નું પૂરું નામ “વર્ચુઅલ પેમેન્ટ એડ્રેસ (Virtual Payment Address)” છે.
VPA વિશે માહિતી:
- જો તમે UPI (Unified Payments Interface) દ્વારા ઓનલાઇન પૈસાની લેવડ-દેવડ કરો છો તો તમે VPA વિશે જરૂર જોયું હશે.
- VPA નો ઉપયોગ UPI આધારિત પેમેન્ટ એપમાં ઉપયોગ થાય છે, VPA એક આઈડી હોય છે જેના દ્વારા તમે સરળતાથી બીજા કોઈના UPI એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
- જ્યારે તમે UPI માં પોતાનું એકાઉન્ટ બનાવો છો ત્યારે તમારે પોતાનું VPA સેટ કરવાનું હોય છે, VPA એક પ્રકારનું ઈમેલ આઈડી જેવુ પેમેન્ટ માટેનું એડ્રેસ હોય છે જેમ કે techzword@bankname
- જેવી રીતે ઇન્સ્ટાગ્રામમાં આપણે યુઝરનેમ બનાવીએ છીએ જે અલગ હોય છે તેવી જ રીતે VPA પણ એક UPI એકાઉન્ટ માટેનું અલગ યુઝરનેમ હોય છે જેમાં VPA એડ્રેસમાં આગળ યુઝરનેમ હોય છે અને @ પછી બેન્કનું નામ હોય છે. (techzword@bankname)
- જ્યારે તમે UPI એકાઉન્ટ બનાવો છો ત્યારે તમારે પોતાનું VPA બનાવવાનું હોય છે અને ત્યારબાદ પોતાનું બેન્ક એકાઉન્ટ VPA સાથે લિન્ક કરવાનું હોય છે.
- VPA સાથે બેન્ક એકાઉન્ટ લિન્ક કર્યા બાદ જો તમારે પૈસા બીજા વ્યક્તિને મોકલવા હોય તો તમારે સામેવાળાનું VPA ની જરૂર પડશે, પોતાનો UPI પિન નંબર ઉમેરવાનો હોય છે અને તમારે જેટલા પૈસા મોકલવા છે એ ઉમેરવાનું હોય છે.
- VPA ને કારણે તમારી બેન્કની માહિતી બીજા વ્યક્તિઓને નથી દેખાતી, બસ VPA દેખાય છે, તમારે પૈસા મોકલતી વખતે દર વખતે બેન્કની માહિતી ભરવાની જરૂર નથી હોતી, બસ VPA, UPI પિન નંબર અને જેટલા પૈસા મોકલવાના છે એ બસ ભરવાનું હોય છે.
તો મિત્રો આશા છે કે તમને આ VPA નું ફુલ ફોર્મ આજે જાણવા મળ્યું હશે અને તેના વિશે સરળ માહિતી પણ જાણવા મળી હશે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:
Vertiual payment address નુ બીજુ નામ UPID તરીકે પણ જાણીતુ છે, અને QR CODE SCAN કરીને જાણી શકાય છે