VPN એટલે શું? VPN વિશે પૂરી જાણકારી

મિત્રો આજે આપણે એક એવા નેટવર્ક વિશેની જાણકારી લેવાના છીએ જેનો ઉપયોગ ઘણા બધા લોકો કરતા હોય છે. આ નેટવર્કનું નામ છે VPN. ઘણા બધા એવા નેટવર્ક હોય છે જે સુરક્ષિત હોય છે અને ઘણા એવા પણ નેટવર્ક હોય છે જે અસુરક્ષિત હોય છે. 

આપણે સૌ જાણીએ છીએ કે મોબાઈલ અને ઈન્ટરનેટનો વપરાશ વધતો જાય છે આમાં તમે હંમેશા એક રીતે નેટવર્ક સાથે સંકળાયેલા હોવ છો પણ તમને એ નથી ખબર હોતી કે આ નેટવર્કથી કોઈ તમારો ડેટા ચોરી કરી શકશે કે નહીં તો આવું જ એક નેટવર્ક આપણી પાસે હોય છે જેના વિશે આજે આપણે જાણીશું તો ચાલો જાણીએ VPN એટલે શું? VPN વિશે પૂરી જાણકારી

Virtual Private Network Information in Gujarati


VPN (વી.પી.એન.) શું છે?

VPN એક નેટવર્ક છે જેનું પૂરું નામ વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે.【Virtual Private Network

VPN એક સેવા છે જેને ઇન્ટરનેટ પર અલગ-અલગ કંપનીઓ આપતી હોય છે જેના દ્વારા કોઈ પણ યુઝર પોતાના ડિવાઇસને VPN સાથે કનેક્ટ કરીને તે સુરક્ષિત રીતે ઇન્ટરનેટનો વપરાશ કરી શકે છે અને VPN દ્વારા તેનું IP એડ્રેસ બદલાઈ જાય છે અને સર્વર લોકેશન પણ બદલાઈ જાય છે જેને લીધે કોઈ પણ હેકર કે અન્ય તમારી ઓળખને જોઈ નથી શકતું.

VPNની શરૂઆત 1996માં માઇક્રોસોફ્ટ દ્વારા પોતાના કર્મચારીઓ માટે થઈ હતી અને તેને જોઈને અન્ય કંપનીઓ પણ VPNનો ઉપયોગ કરવા માંડી છે ત્યારબાદ VPNને વ્યક્તિગત રીતે લોકો પણ વાપરવા માંડ્યા છે.

એમ તો VPN વાપરવું સુરક્ષિત છે પણ જો તમે એક વિશ્વાસુ VPN સેવાનો ઉપયોગ ન કરો તો તે VPN કંપની તમારો ડેટા જોઈ શકે છે એટલે હંમેશા વિશ્વાસુ VPN સર્વિસનો જ ઉપયોગ કરવો જોઈએ.

VPN Full Form is "Virtual Private Network"


VPNનો ઉપયોગ કોણ કોણ કરે છે? 

આ VPNનો ઉપયોગ ઓનલાઇન બિઝનેસ કરતા વેપારી, ઓર્ગેનાઇઝેશન, સરકારી સંસ્થા, શિક્ષણ આપતી સંસ્થા અને કોર્પોરેશનમાં થાય છે. આ બધા ઉપયોગ એટલા માટે કરે છે કે તેમનો બધો ડેટા મહત્વનો હોય છે જે આ VPNથી સુરક્ષિત રાખી શકાય છે. 


Virtual Private Network (VPN) કામ કેવી રીતે કરે છે?

દુનિયાના બધા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે પણ આ ઈન્ટરનેટની દુનિયામાં અમુક વેબસાઇટ અને અમુક એપ્લિકેશન એવી હોય છે જેનો ઉપયોગ તમે પોતાના એરિયામાં કરી નથી શકતા મતલબ કે તમારી પાસે તે વેબસાઈટને જોવા માટેનું એકસેસ નથી. 

જો તમારે તેમ છતાં પણ આવી અમુક વેબસાઈટ અથવા એપ્લિકેશનને જોવી હોય તો તમે Virtual Private Networkનો ઉપયોગ કરીને આ એકસેસ કરી શકો છો. અમુક વેબસાઈટ અથવા એપ્લિકેશન કે જે આપણા નેટવર્કમાં બ્લોક કરીને રાખી હોય તો તે પણ તમે એકસેસ કરી શકો છો.

જ્યારે તમે તમારા ડીવાઈસને Virtual Private Network સાથે જોડો છો ત્યારે તે ડીવાઈસ એક લોકલ નેટવર્ક જેવું કામ કરે છે. હવે જે વેબસાઈટ બ્લોક છે તે તમારા બ્રાઉઝરમાં જઈને સર્ચ કરશો એટલે જો Virtual Private Network જોડાયેલું હશે તો તમે આ વેબસાઈટને જોઈ શકશો. આની અંદર તમે જે વેબસાઇટનું નામ નાખીને વિનંતી મોકલશો એટલે VPN આ વિનંતીને સીધું સર્વરને મોકલશે અને તે સર્વર તમને આ વેબસાઇટ એકસેસ કરવા દેશે એટલે કે તમે તમારા મોબાઈલના બ્રાઉઝરમાં જઈને તે સાઇટ ખોલી શકશો.

તમે એવા દેશમાં રહો છો કે જ્યાં બીજા દેશની વેબસાઇટ અથવા એપ્લિકેશન બ્લોક કરેલ છે તો તમેં જ્યારે Virtual Private Networkનો ઉપયોગ કરો છો ત્યારે તે બીજા દેશના નેટવર્ક અથવા સર્વર સાથે સરળતાથી કનેક્ટ થઈ જાય છે અને આ નેટવર્ક અને તમારું નેટવર્ક વચ્ચે એક કનેકશન થઈ જાય છે જે ઇનક્રિપ્ટ હોય છે એટલે કોણ એકસેસ કરે છે અને તેની પર્સનલ માહિતી શોધી નથી શકાતી એટલે આવી રીતે VPN કામ કરે છે.

how VPN works in Gujarati

સામાન્ય રીતે આપણે પોતાના ડિવાઇસને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરીને અને જે વેબસાઇટની મુલાકાત લઈએ તો તેની વિનંતી ISP દ્વારા તે વેબસાઇટના સર્વર સુધી જાય છે અને ISP દ્વારા તમારી એક્ટિવિટી ટ્રેક થઈ શકે છે પણ જ્યારે તમે VPNનો ઉપયોગ કરો તો તમારે જે વેબસાઇટની મુલાકાત લેવી છે તો તેની વિનંતી એક પાઈપ (ટનલ) દ્વારા જાય છે અને તેને કોઈ જોઈ નથી શકતું કારણ કે તેમાં તમારું લોકેશન સર્વર અને આઇપી એડ્રેસ બદલાઈ ગયું હોય છે.


Virtual Private Networkના ફાયદા કયા કયા છે?

ઘણા બધા પબ્લિક સ્થળ પર વાઇફાઇની સુવિધા હોય છે પણ આ પ્રકારના વાઇફાઇની સુવિધા વાપરવી સેફ નથી હોતી એટલે જો તમે તમારી ઓળખ સેફ રાખવા માંગતા હોય તો તમે Virtual Private Network સાથે વાઇફાઇના નેટવર્કને જોડીને તમે એકસેસ કરી શકો છો.

જો તમે ઓનલાઇન સેફટીની વાત કરતા હોય તો તમને આ નેટવર્ક ફાયદેમંદ છે કારણ કે ઈન્ટરનેટ પર આપણે વાયરસથી બચવા માટે અને ડેટા ચોરી ના થાય એટલે ફાયરવોલનો ઉપયોગ કરતા હોય છે પણ જો તમે તેની સાથે આ VPNનો ઉપયોગ કરો છો તો ઓનલાઇન સિકયુરિટીમા વધારો થવા લાગે છે.

જો તમને કોઈપણ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કોઈ વેબસાઈટ પરથી કોઈ પણ ફાઈલ ડાઉનલોડ કરતા રોકે છે તો તમે આ નેટવર્કનો ઉપયોગ કરી શકો છો.Virtual Private Networkના ગેરફાયદા કયા કયા છે?

ઘણી બધી Virtual Private Network સર્વિસ આપતી કંપનીઓ હોય છે જેને તમારે ખરીદવું પડે છે અને તે સારી સર્વિસ આપે છે પણ જે મફત VPN સર્વિસ હોય છે એમાં ઘણા VPN બરાબર કામ કરતાં નથી હોતા તેને લીધે તમારે Paid વર્ઝન લેવું જ પડે છે.

એક Virtual Private Network ટ્રાફિકને ઇનક્રિપ્ટ કરીને રાખે છે કારણ કે આમાં ઘણા બધા રિસોર્સ રહેલા હોય છે જે તમારી ઈન્ટરનેટની સ્પીડને ઓછી કરી નાખે છે. જ્યારે તમે એક ફ્રી Virtual Private Network સેવાનો ઉપયોગ કરો છો ત્યારે તમારી ઇન્ટરનેટ સ્પીડ ઓછા જોવા મળે છે.

અમુક VPN સર્વિસ એવી હોય છે જેનું ડિવાઇસમાં સેટ-અપ કરવું ઘણું મુશ્કેલ હોય છે તેથી ઘણા લોકો આ નેટવર્કનો ઉપયોગ નથી કરતા.


તો મિત્રો આજે આપણે એક સરસ Virtual Private Network વિશેની માહિતી જોઈ અને આ જાણ્યા બાદ તમારે VPNનો કોઈ દિવસ ગેરફાયદો ન ઉઠાવવો જોઈએ અને તેને ખોટા કામમાં ન ઉપયોગ કરવો જોઈએ કારણ કે તમે ઘણી વાર એમાં ફસાઈ પણ શકો છો અને અમારું કામ ખાલી તમને જાણકારી આપીને તમારા મગજને ટેક્નોલોજી પ્રત્યે વધારે વિકાસ કરવાનું છે.

અમારી અન્ય પોસ્ટ:-