BoAt લાઈફસ્ટાઈલ કેમ નકલી વેબસાઇટોનો સામનો કરી રહી છે?

BoAt Logo

ઓડિઓ પ્રોડક્ટસ બનાવતી ભારતીય બ્રાન્ડ BoAt નું નામ તમે જરૂર સાંભળ્યુ હશે અને તમે તેના હેડફોન કે સ્પીકર વગેરેનો ઉપયોગ જરૂર કરતાં હશો.

અત્યારે BoAt કંપની એક મુશ્કેલીનો સામનો કરી રહી છે જેમાં ઘણા લોકો BoAt કંપનીની ફેક વેબસાઇટ બનાવીને તેના ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગયા મહિને જ BoAt ની ટિમએ 10,000 જેટલી ફેક BoAt ની વેબસાઇટ શોધી છે અને આ એક ખૂબ મોટો આંકડો છો.

હવે અહી મુખ્ય સમસ્યા BoAt કંપનીની મુખ્ય વેબસાઇટમાં છે અને તેનું URL “www.boat-lifestyle.com” છે.

તમે અહી જોઈ શકો છો કે BoAt ની આ મુખ્ય વેબસાઇટ છે પણ તેનું URL એડ્રેસ એટલે કે ડોમેન નેમ એક ચોક્કસ નામથી નથી જેમ કે “boat.com”

જ્યારે આપણે મોટી કંપનીઓ જેમ કે માઇક્રોસોફ્ટ, ગૂગલ કે એપલની વેબસાઇટ જોઈએ તો તેનું URL તે કંપનીના ચોક્કસ નામ ઉપર હોય છે જેમ કે microsoft.com, google.com અને apple.com અને અહી BoAt ના કેસમાં તેમની પાસે તેનું “Boat.com” URL નથી.

આ કારણે ગ્રાહકો તેમની મુખ્ય વેબસાઇટ અને ફેક વેબસાઇટ વચ્ચે સરળતાથી કોઈ ફરક કાઢી નથી શકતા.

“boat.com” ડોમેન નામ પહેલાથી જ રજીસ્ટર થયેલું હતું અને આ કારણે BoAt કંપનીને પોતાનું “www.boat-lifestyle.com” ડોમેન નેમ લેવું પડ્યું લાગે છે.

આ કારણે જ સ્કેમર પણ આ સમસ્યાનો ફાયદો ઉઠાવી રહ્યા છે પણ BoAt કંપની હવે આ ફેક વેબસાઇટો ઉપર એક્શન લઈ રહી છે.

આ URL ને કારણે BoAt ને આ ફેક વેબસાઇટનો સામનો કરવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે તેમના ગ્રાહકોને મુખ્ય ડોમેન વિશે હજુ વધારે જાગૃક્તા નથી.

આશા છે કે આ માહિતી તમને જરૂર ઉપયોગી થશે અને તમને ઘણું કઈક નવું જાણવા મળ્યું હશે.

આવી જ પોસ્ટ મેળવવા માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અથવા 7600940342 ઉપર “Hii” મેસેજ મોકલીને ગ્રુપની લિન્ક મેળવી શકો છો.

તમારો ખૂબ આભાર..!!