શા માટે IT ના માણસો એક સાથે 2 મોનિટરનો ઉપયોગ કરે છે? શું એનાથી તેઓ વધુ કાર્યક્ષમ બને છે?

એક સાથે 2 મોનિટર કેમ?

હા, કારણ કે એનાથી IT માણસોનું ઘણું કામ ખૂબ જ ઝડપી થઈ જતું હોય છે.

જ્યારે આપણે એક જ સ્ક્રીન ઉપર કામ કરીએ ત્યારે તેમાં ઘણી લિમિટેશન લાગી જાય છે.

જેમ કે એક વિન્ડોમાંથી બીજી વિન્ડોમાં જવું હોય તો ઘડીએ-ઘડીએ વિન્ડો બદલવાથી આપણું ફોકસ તૂટે છે અને એના લીધે દિમાગ વધારે થાકે છે.

હવે જ્યારે 2 મોનિટર હોય તો તરત જ માઉસને સાઈડમાં ખસેડીને બીજા સ્ક્રીનમાં વિન્ડો બદલ્યા વગર જઈને કામ કરી શકાય છે.

આમાં સમય બચે છે અને દિમાગની પ્રોડક્ટિવિટી જળવાઈ રહે છે.

હવે બીજી રીતે જોઈએ તો ઘણા સોફ્ટવેર એવા હોય છે જેનું આઉટપુટ આપણને નવી વિન્ડોમાં દેખાય છે ઉદાહરણ તરીકે VS Code.

જ્યારે તમે VS કોડમાં વેબ ડેવલોપમેન્ટનું કોડિંગ કરો છો ત્યારે તેનું આઉટપુટ તમને વેબ બ્રાઉઝરમાં દેખાય છે જેના માટે આપણે વારંવાર બ્રાઉઝર ખોલવું પડે છે.

VS કોડમાં એવા પણ એક્સટેન્શન હોય છે જેનાથી આઉટપુટ એક જ સ્ક્રીનમાં જોઈ શકાય પણ તેમાં સ્ક્રીન અડધી થઈ જાય છે જેના લીધે કોડ લખવામાં પણ કોઈ મજા ન આવે.

આ કારણે જો 2 મોનિટર હોય તો એક બાજુ કામ કરવાનું અને બીજા મોનિટરમાં આઉટપુટ જોવાનું.

ઘણી વખત ઘડીએ ઘડીએ વિન્ડો બદલવાથી કોડ પર ફોકસ કરવામાં મુશ્કેલીઓ આવે છે તો 2 મોનિટર હોય તો ફોકસ લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

યુટ્યુબમાં પણ જે લોકો લાઈવ સ્ટ્રીમિંગ કરે છે એ પણ 2 કે 3 મોનિટરનો ઉપયોગ કરે છે જેમાં 1 મોનિટરમાં લાઈવ સ્ટ્રીમિંગ માટેનું સોફ્ટવેર ચાલતું હોય, બીજા સ્ક્રીનમાં યુટ્યુબમાં આવતી લાઈવ ચેટ ચાલતી હોય અને ત્રીજામાં ગેમ ચાલતી હોય.

આ રીતે એક સાથે વધારે મોનિટર ઉપયોગ કરવાના ઘણા ફાયદાઓ મળે છે.

એક સાથે 2 મોનિટર ઉપયોગ કરવું ખૂબ જ સરળ હોય છે બસ તમારે એક કેબલથી બંનેને કનેક્ટ કરવાના હોય છે અને કમ્પ્યુટરમાં એક સેટિંગ દ્વારા સ્ક્રીનને સ્વિચ કરવાની હોય છે જેનાથી તમે એક સાથે 2 મોનિટરનો ઉપયોગ કરી શકો છો.