Windows 10 કમ્પ્યુટર થીમને Dark કેવી રીતે કરવી જેથી આંખોને નુકસાન ઓછું થાય?

મિત્રો તમને બધાને જ ખબર છે કે ડાર્ક થીમ કે ડાર્ક મોડ ફીચર આપણે જે એપ કે સોફ્ટવેર વાપરીએ છીએ તેમાં હોવું કેટલું જરૂરી છે કારણ કે જો આપણાં ડિવાઇસમાં ડાર્ક મોડ કે ડાર્ક થીમ ફીચર હશે તો તેનાથી તમારી સ્ક્રીન કાળા કે રાખોડી કલરની થઈ જશે અને તમારી આંખો પણ ઓછી ખેંચાશે.

તમારી આંખને નુકસાન ઓછું થાય એના માટે આજે અમે તમને એવી રીત બતાવવાના છીએ જેનાથી તમે તમારા Windows 10 કમ્પ્યુટરમાં ડાર્ક થીમ અથવા ડાર્ક મોડને ચાલુ કરી શકો છો, તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ રીત જાણીએ.

જો તમે તમારા કમ્પ્યુટરનો ઉપયોગ મોડી રાત સુધી કરો છો તો તમને આ ફીચર ખૂબ કામ લાગશે.

How to enable dark mode in windows 10 gujarati


Windows 10 કમ્પ્યુટરમાં ડાર્ક થીમ ચાલુ કરવાની રીત

હું તમને સૌપ્રથમ જણાવી દઉં કે અમે જે ફીચર તમને બતાવવાના છીએ તેનાથી તમારા Windows 10 કમ્પ્યુટરના UIનો કલર ડાર્ક થઈ જશે અને તે ડાર્ક મોડ જેવુ જ કામ કરશે.

રીત:-


how to enable dark color in windows 10 step 1
  • સૌપ્રથમ ડેસ્કટોપ પર માઉસ દ્વારા રાઇટ ક્લિક કરો અને Personalize પર ક્લિક કરો.

how to enable dark color in windows 10 step 2
  • હવે ડાબી બાજુ પેનલમાં Colors પર ક્લિક કરો.


how to enable dark color in windows 10 step 3

  • હવે Choose your color પર ક્લિક કરીને Dark સિલેક્ટ કરો.

how to enable dark color in windows 10 step 4
  • હવે તમારી સ્ક્રીન ડાર્ક કલરમાં આવી જશે અને આ ડાર્ક મોડ કે ડાર્ક થીમ જેવુ કામ કરશે.


મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે, તમે તમારા મિત્રો સાથે પણ જરૂર પોસ્ટને શેર કરજો જેથી તેમને પણ આ રીત જાણવા મળે.

  • અમારી અન્ય પોસ્ટ:-

મોબાઇલમાં સોફ્ટવેર અપડેટ કેવી રીતે કરવું?

2 કમ્પ્યુટર વચ્ચે Ethernet કેબલથી ડેટા શેર કેવી રીતે કરવા?

મોબાઇલને કમ્પ્યુટરમાં માઉસ તરીકે કેવી રીતે વાપરવું?

લેપટોપની બેટરીને કેવી રીતે કાઢવી અને પાછી તેને કેવી રીતે લગાવવી?

ક્રોમ બ્રાઉઝરમાં ડિફોલ્ટ સર્ચ એંજિન કેવી રીતે બદલવું?