
માઇક્રોસોફ્ટનું Windows ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર માર્કેટમાં ઘણું ઉપયોગ કરવામાં આવે છે અને Microsoft Windows ના અલગ-અલગ વર્ઝન અત્યારે ઉપયોગ થઈ રહ્યા છે જેમાં Windows 11/10/7/8.1/8/XP છે.
Statcounter અનુસાર નવેમ્બર 2021માં Windows 10ની માર્કેટ હિસ્સેદારી 82.45% હતી અને નવેમ્બર 2022માં તે ઘટીને 69.75% થઈ ગઈ છે.
આનું મુખ્ય કારણ તો એ છે કે માઇક્રોસોફ્ટએ પોતાનું Windows 11 ઓપરેટિંગ સિસ્ટમ પણ 2021માં લોન્ચ કર્યું હતું અને નવેમ્બર 2022માં Windows 11ની માર્કેટ હિસ્સેદારી 16.13% છે.
હાલમાં ધીમે-ધીમે લોકો Windows 10 પરથી Windows 11 તરફ શિફ્ટ થઈ રહ્યા છે જેમાં ઘણા લોકો Windows 7નો પણ ઉપયોગ કરી રહ્યા છે અને આ કારણે Windows 7 ની જે માર્કેટ હિસ્સેદારી ઓક્ટોમ્બર 2022માં 9.62% હતી જે નવેમ્બર 2022માં વધીને 10.25% થઈ ગઈ છે.
આ કારણે Windows 10 નો વપરાશ ઘટી રહ્યો છે અને લોકો Windows 11 અને બીજા અન્ય OS પર પણ શિફ્ટ થઈ રહ્યા છે.