Windows 7 અને 8.1 માટે ગૂગલ ક્રોમનો સપોર્ટ બંધ થવા જઈ રહ્યો છે!

જો તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં તમે Windows 7 અને 8.1, OS નો ઉપયોગ કરો છો અને તેમાં Chrome બ્રાઉઝર છે તો તમારે આ જાણવું જોઈએ કે હવે Google Chrome તારીખ 7 ફેબ્રુઆરી, 2023 પછીના પોતાના નવા વર્ઝનને Windows 7 અને 8.1 OS માટે લોન્ચ નહીં કરે.

Windows 7 અને 8.1 OS માટે Google Chrome નું છેલ્લું વર્ઝન “Chrome 110” 7 ફેબ્રુઆરી , 2023એ રિલીઝ થશે અને આ તારીખ પછી Google Chrome ના જે પણ નવા વર્ઝન આવશે એ Windows 7 અને Windows 8.1માં સપોર્ટ નહીં કરે.

જો તમારી પાસે Windows 10 કે તેના પછીના વર્ઝનનું OS છે તો તમને રેગ્યુલર સિક્યોરિટી અપડેટ અને નવા ફીચર્સ મળતા રહેશે પણ Windows 7 અને 8.1માં ક્રોમના નવા સિક્યોરિટી અપડેટ અને નવા ફીચર્સ નહીં મળે.

Google Chrome and Windows

અમારી અન્ય પોસ્ટ: