WPS નું ફુલ ફોર્મ શું છે? – જાણો WPS Office વિશે…!!

મિત્રો જ્યારે અલગ-અલગ પ્રકારના ડોકયુમેંટને મેનેજ કરવાની વાત આવે તો મગજમાં માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રથમ આવે છે પણ હવે તમારા મગજમાં WPS Office પણ આવશે કારણ કે આજે આપણે WPS ઓફિસ વિશે વાત કરવાના છે.

WPS નું પૂરું નામ અને આ શું કામ કરે છે તેના વિશે ઘણી માહિતી તમને જાણવા મળશે.

WPS નું ફુલ ફોર્મ વિશે માહિતી

WPS નું ફુલ ફોર્મ છે? – WPS Full Form in Gujarati

WPS નું પૂરું નામ Writer Presentation Spreadsheet (રાયટર પ્રેસન્ટેશન સ્પ્રેડશીટ) છે.

WPS Office એ એક સોફ્ટવેર છે જેમ કમ્પ્યુટરમાં લખાણ, એક્સેલ શીટ, પ્રેસન્ટેશન શીટ વગેરે બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફીસનો ઉપયોગ થાય છે તેવી જ રીતે મોબાઈલની અંદર અને કમ્પ્યુટર કે લેપટોપ માટે WPS Office  સોફ્ટવેરની મદદથી તમે આ બધી પ્રકારના ડોક્યુમેન્ટ બનાવી શકો છો અને જોઈ પણ શકો છો.

WPS સોફ્ટવેર કોણે બનાવ્યો છે?

WPS ઓફીસ નામનો સોફ્ટવેર કિંગસોફ્ટ (Kingsoft) કંપનીના ડેવેલોપરએ બનાવેલો છે. આ સોફ્ટવેરને તમે ફ્રીમાં ઉપયોગ કરી શકો છો અને તેનું પ્રીમિયમ પ્લાન ખરીદીને નવી વધારે સુવિધાનો પણ લાભ લઈ શકો છો.

કિંગસોફ્ટ એક ચાઇનાની કંપની છે જેની શરૂઆત 1988માં થઈ હતી.

WPS ઓફીસને ડાઉનલોડ કેવી રીતે કરવું?

WPS ઓફીસ અત્યારના લેટેસ્ટ બધા સ્માર્ટફોનમાં પહેલાથી જ આપવામાં આવે છે જેથી તમારે બહારથી ડાઉનલોડ કરવાની જરૂર પડતી નથી. તેમ છતાં જો તમારા મોબાઈલમાં આ એપ ના હોય તો તમે તેને ગૂગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો.

wps.com/download લિન્ક પર જઈને તમે તમારા OS મુજબ આ સોફ્ટવેરને ડાઉનલોડ કરી શકો છો.

WPS એપનો ઉપયોગ આખી દુનિયામાં કેટલા લોકો કરે છે?

WPS ઓફિસના 1 અબજ જેટલા રજીસ્ટર થયેલા યુઝર છે અને આ આંકડા પરથી તમે તેની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકો છો.

WPS એપ કયા દેશે બનાવેલી છે?

WPS ઓફિસ કિંગસોફ્ટ કોર્પોરેશન કંપનીએ બનાવેલી છે જે ચાઈનામાં આવેલી છે એટલે આ પ્લૅટફૉર્મ એક ચાઈનીઝ પ્લૅટફૉર્મ છે.

WPS ઓફિસમાં ફીચર્સ કયા કયા છે?

 • આ એપની અંદર ફાઈલને એક એક્સટેન્શનમાંથી બીજા એક્સટેન્શનમાં કન્વર્ટ કરી આપે છે.
 • આ એપ સંપૂર્ણ માઇક્રોસોફ્ટ ઓફીસ જેવી સુવિધા આપે છે જેમાં ડોક્યુમેન્ટને તમે વાંચી, લખી અને અપડેટ પણ કરી શકો છો.
 • આ એપની મદદથી તમે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વાંચી શકો છો અથવા તો જોઈ શકો છો.
 • આ એપની મદદથી તમારા ડોક્યુમેન્ટ બીજા લોકો સાથે શેયર કરી શકો છો.
 • આ એપ દ્વારા તમે કોઈ પણ ફાઈલમાં પાસવર્ડ રાખીને તેને સુરક્ષિત કરી શકો છો.
 • કોઈ પણ ડોક્યુમેન્ટ અથવા તો ફાઈલને તમે PDF ફોર્મેટમાં સેટ કરી શકો છો.
 • આ એપમાં તમે લોકો બંને ઇમેઇલને એકબીજા સાથે જોડી શકો છો.
 • આ એપમાં તમે ડોક્યુમેન્ટની અંદર ફોર્મ્યુલા અને ફંકશનનો ઉપયોગ કરી શકો છો.

WPS એપના ફાયદા કયા કયા છે?

 • તમે ડોક્યુમેન્ટની અંદર જે કંઈ પણ લખો છો જો તેના શબ્દોમાં ભુલ હશે તો તે ઑટોમેટિક સુધારી નાખશે.
 • કોઈ પણ ફોર્મેટમાં ફોક્યુમેન્ટ હોય તો તેને તમે PDF ફોર્મેટમાં કન્વર્ટ કરી શકશો.
 • જ્યારે તમે ડોક્યુમેન્ટ બનાવો છો ત્યારે તેમાં તમને અલગ અલગ ફોર્મેટીંગ ટૂલ્સની જરૂર પડે છે જેમ કે ફોન્ટ, ફકરો, ટેબલ, ફોન્ટ કલર વગેરેની મદદથી તમે સરળતાથી એક સરસ મજાનુ ડોક્યુમેન્ટ બનાવી શકો છો.
 • ઘણી વાર તમારે ડોક્યુમેન્ટ બનાવવા માટે એક ફોર્મેટ અથવા તો ટેમ્પ્લેટની જરૂર પડે છે જે તમને તૈયાર જ આ એપની અંદર મળી જશે.

WPS ની અંદર ડોક્યુમેન્ટ બનાવવા માટે કયા કયા ટૂલ્સ છે?

WPS ની અંદર ડોક્યુમેન્ટ બનાવવા માટે નીચે મુજબની સુવિધા છે.

 1. જ્યારે તમે ડોક્યુમેન્ટ બનાવશો ત્યારે HOME લખેલું આવશે જેની અંદર તમને Heading, Bold, Italic, Font, Font size, Font color જેવા ટૂલ્સ મળી જશે.
 2. હવે તેના પછી આવશે files જેની અંદર તમે ડોક્યુમેન્ટને સેવ, pdf માં કન્વર્ટ, એનક્રિપ્ટ, પ્રિન્ટ વગેરે જેવા ટૂલ્સનો ઉપયોગ કરી શકશો.
 3. હવે તેના પછી આવશે Insert મેનુ તેની અંદર તમને પિકચર, ટેબલ, ટેક્સ્ટ બોક્સ, શેપ, બ્લેન્ક પેજ, પેજ નંબર, તારીખ, કોઈ પણ લિંક વગેરે જેવા ટૂલ્સનો ઉપયોગ કરવા મળશે.
 4. ત્યારબાદ આવશે View મેનુ તેની અંદર તમને કોપી, પેસ્ટ, ફાઈન્ડ, બુકમાર્ક, કન્ટેન્ટ, શબ્દોની ગણતરી, પેજ સેટ-અપ, પેજ બેકગ્રાઉન્ડ, સ્વિચ બટન વગેરે જેવા ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો.

તો મિત્રો હવે આ ઓફિસ સ્યૂટનો ઉપયોગ કરીને તમે પણ તમારા મોબાઈલની અંદર અથવા બીજા ડિવાઇસમાં ડોક્યુમેન્ટનું કામ એકદમ સરળ રીતે કરી શકો છો.

આ એપના ઉપયોગ પછી તમારે ડોક્યુમેન્ટ બનાવવા માટે કમ્પ્યુટરની જરૂર નહીં પડે. જો તમારા આ જાણકારી માટે સવાલ હોય તો અમને જરૂરથી પુછી શકો છો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-