Xiaomi વિશે રસપ્રદ માહિતી

Xiaomi વિશે રસપ્રદ જાણવા જેવી જાણકારી

Xiaomi વિશે જાણવા જેવી રસપ્રદ માહિતી – Interesting Facts About Xiaomi

  • Xiaomi એક કંપની છે જે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ બનાવે છે જેની શરૂઆત 2010માં “Lei Jun” દ્વારા ચીનમાં થઈ હતી.
  • શું તમને ખબર છે કે Xiaomi શબ્દનો અર્થ શું થાય છે? Xiaomi શબ્દનો અર્થબાજરી” અને “ચોખા” થાય છે જે એક બુદ્ધિષ્ઠ વિચારને દર્શાવે છે જેનો અર્થ ટોચ પર લક્ષ્ય રાખતા પહેલા શરૂઆત નીચેથી થાય છે.
  • અત્યારે આપણે Xiaomi ને એક સ્માર્ટફોન બ્રાન્ડ તરીકે વધારે જાણીએ છીએ પણ ઓગસ્ટ, 2010માં તેમનું સૌથી પહેલું પ્રોડક્ટ એક સોફ્ટવેર હતું જે તેમનું OSMIUI” હતું.
  • Xiaomi 2010માં પોતાનું પ્રથમ પ્રોડક્ટ MIUI લોન્ચ કર્યાના એક વર્ષ બાદ ઓગસ્ટ 2011માં તેમને પોતાનો પ્રથમ સ્માર્ટફોન “Xiaomi Mi 1” લોન્ચ કર્યો હતો.
  • શું તમને ખબર છે કે Xiaomi પાસે ઘણા વિશ્વ રેકોર્ડ પણ છે જેમાં તેમની પાસે હાલ એક દિવસમાં સૌથી વધારે 21 લાખ સ્માર્ટફોન વેચવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ છે.

  • 2014માં તેમનો એક Mi ફેન ફેસ્ટિવલ હતો જેમાં Xiaomi એ એક દિવસમાં જ 13 લાખ જેટલા સ્માર્ટફોન વેચ્યા હતા અને 2015ના Mi ફેન ફેસ્ટિવલમાં પોતાના જ રેકોર્ડને તોડતા Xiaomi એ એક દિવસમાં 21 લાખ જેટલા સ્માર્ટફોન વેચ્યા હતા.
  • Xiaomi એ સ્માર્ટફોનમાં ઘણી સફળતા મેળવી અને ત્યારબાદ તેમને ઇનોવેટિવ પ્રોડક્ટ પણ બનાવ્યા છે જેમ કે Mi ફ્લૅશલાઇટ, Mi એર પ્યુરિફાયર અને Mi ડ્રોન.
  • Xiaomi હાલમાં Samsung પછી બીજા નંબરની સૌથી વધારે સ્માર્ટફોન બનાવતી કંપની છે.
  • જે રીતે અમેરીકામાં એપલ કંપની છે એ જ રીતે Xiaomi ને ચીનનું એપલ પણ કહેવાય છે.
  • Mi નું પૂરું નામ “Mobile Internet” પણ થાય છે અને “Mission Impossible” પણ થાય છે જે દર્શાવે છે કે તેમને શરૂઆતમાં અશક્ય અવરોધોને પણ દૂર કર્યા છે.
  • Xiaomi એ પોતાના Mi3 સ્માર્ટફોનના 15000 યુનિટ માત્ર 2 સેકન્ડમાં ભારતમાં વેચ્યા હતા.
  • Xiaomi હમેશા પોતાના સ્માર્ટફોનને ઓછી કિંમતમાં રાખીને વધારે ફીચર્સ આપવાનો પ્રયત્ન કરે છે અને તેની સફળતાનું આ કારણ પણ છે.

મિત્રો આશા છે કે આ Xiaomi વિશેની જાણવા જેવી જાણકારી તમને ઉપયોગી થશે અને તમારા મિત્રોને પણ આવી જાણકારી મોકલો જેથી તેમને પણ Xiaomi વિશે જાણવા મળે.

અમારી અન્ય પોસ્ટ: