યુટ્યુબ ઓટોમેશન વિશે જાણો..!!

Youtube Automation

યુટ્યુબએ ક્રિએટર ઈકોનોમીમાં ઘણું યોગદાન આપ્યું છે, આજે યુટ્યુબને લીધે ઘણા બધા ક્રિએટર્સ બહાર આવ્યા છે.

આ યુટ્યુબ બિઝનેસને કરવા માટે એક નવો કોન્સેપ્ટ બહાર આવ્યો છે જે ઘણા ઓછા લોકોને ખબર હોય છે પણ ઘણા વર્ષોથી આ ચાલી રહ્યો છે.

જો તમે એક ડિજિટલ માર્કેટર છો તો તમે “યુટ્યુબ ઓટોમેશન” શબ્દ જરૂર સાંભળ્યો હશે.

યુટ્યુબ ઓટોમેશન શું છે?

યુટ્યુબ ઓટોમેશન એક યુટ્યુબમાં બિઝનેસ કરવાની રીત છે જેમાં કોઈ એક વ્યક્તિ યુટ્યુબ પર પોતાનું ચેનલ બનાવે છે અને તેમાં આવતી બધી પ્રોસેસને તે ઓટોમેટિક બનાવે છે જેના લીધે તે વ્યક્તિને કોઈ તેના યુટ્યુબ ચેનલમાં વધારે કામ કરવાની જરૂર નથી પડતી.

આ કારણે તેનો સમય બચે છે અને તેને યુટ્યુબમાંથી અલગ-અલગ રીતે કમાણી પણ થાય છે.

કેવી રીતે યુટ્યુબ ચેનલને ઓટોમેટિક બનાવી શકાય છે?

જો તમારે યુટ્યુબ ચેનલને ઓટોમેટિક બનાવવી હોય તો એક તો તમે યુટ્યુબને લગતા બધા જ કામો પૈસા આપીને બીજા પાસે કરાવો અને બીજું એ કે અમુક AI ટૂલ્સનો ઉપયોગ કરીને તમે તે પ્રોસેસને ઓટોમેટિક બનાવી શકો છો.

હું તમને જણાવી દઉં કે તમારે AI ટૂલ્સમાં પણ પૈસા ખર્ચ કરવા પડે છે.

ઉદાહરણ તરીકે તમે યુટ્યુબ વિડિયો માટે તેની સ્ક્રીપ્ટ, વોઇસ, વિડિયો એડિટ, થંબનેલ બધુ જ પૈસા આપીને કોઈ બીજા પાસે કરાવો અથવા તેની એક અલગ ટિમ જ બનાવો અને તમારી ટિમ જ ઓટોમેટિક તમારા ચેનલ ઉપર કામ કરશે અને તેને આગળ વધારશે.

બીજું કે તમે AI ટૂલ્સ દ્વારા વિડિયોની સ્ક્રીપ્ટ, વોઇસ, વિડિયો એડિટ, થંબનેલ બધુ કરાવો અને તેના લીધે તમારે ખાલી મેનેજમેંટનું કામ કરવાનું રહેશે અથવા તમે કોઈ બીજા વ્યક્તિને પણ આ બધુ મેનેજ કરવા માટે રાખી શકો છો.

હવે આમાં સારું કન્ટેન્ટ બનાવવા માટે તમારે AI ટૂલ્સ ઉપર પણ પૈસા ખર્ચ કરવાના હોય છે.

આ પ્રોસેસને ફ્રીમાં કરવું અશક્ય કદાચ લાગશે!

આ રીતે મિત્રો તમે એક કરતાં વધારે ચેનલો બનાવીને તેને ઓટોમેટિક પ્રોસેસમાં ફેરવીને કમાણી કરી શકો છો, હવે કમાણી કરવાના પણ ઘણા રસ્તા હોય છે.

આમાં એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે કે તમે જે પણ ચેનલ બનાવો એમાં તમારા દર્શકોને સારી વેલ્યૂ મળવી જોઈએ અને જેના લીધે તમને પૈસા પણ મળશે અને સબ્સક્રાઇબર પણ વધશે.

આશા છે કે તમને આ પોસ્ટ ઉપયોગી થશે અને તમને યુટ્યુબ ઓટોમેશન વિશે કઈક નવું જાણવા મળ્યું હશે.

આભાર.