કેમ આ યુટ્યૂબરને થઈ શકે છે 20 વર્ષની જેલ?

Youtuber Trevor Jacob plane carsh in Gujarati

અમેરિકાના એક 29 વર્ષીય ટ્રેવર જેકોબ (Trevor Jacob) નામના યુટ્યૂબરએ પોતાનું વિમાન ક્રેશ કરી દીધું.

હવે આ યુટ્યૂબરએ આવું કેમ કર્યું એના પાછળ એક રસપ્રદ વાર્તા છે.

ટ્રેવર જેકોબના યુટ્યુબ ચેનલમાં હાલમાં 1 લાખ અને 40 હજાર જેટલા સબ્સક્રાઇબર છે અને તેમણે 24 ડિસેમ્બર 2021ના દિવસે એક વિડિયો અપલોડ કર્યો હતો જેનું ટાઇટલ “I Crashed My Airplane” હતું.

ટ્રેવર જેકોબએ આ વિડિયોમાં બતાવ્યુ હતું કે તેઓ પોતાના વિમાનને ઉડાવી રહ્યા છે અને અચાનક કોઈ ગડબડી થવાથી તેઓ પેરાશૂટ સાથે વિમાનમાંથી ઉપરથી ઉતરી જાય છે અને વિમાન એમનું ક્યાંક ક્રેશ કરી જાય છે.

હવે ઘણા લોકોએ નોટિસ કર્યું કે આ એમને જાણી જોઈને એક સ્ટંટ કર્યો છે પણ તેમણે તે વખતે આ નકાર્યું હતું.

ત્યારબાદ હવે આ વિમાન ક્રેશ કર્યું છે જે એક મોટી વાત છે અને એના કારણે ઓથોરીટીએ તપાસ હાથ ધરી.

પછી જાણવા મળ્યું કે એમને આ બધુ જ કામ વ્યૂઝ મેળવવા માટે કર્યું હતું.

ઉપરથી એમને પાછળથી જ્યાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં જઈને વિમાનનું રેકેજ રિકવર કરીને જાણી જોઈને ઉડાડી દીધું હતું.

જો તે રેકેજ મળી ગયું હોય તો એનાથી ઓથોરીટીને તરત જાણ થઈ જાય કે આ વિમાનમાં કોઈ સાચે જ ગડબડ થઈ હતી કે નહીં.

હવે આ કારણે એમનું પાઇલટ લાઈસેન્સ પણ રદ્દ કરી દીધું છે અને એમને 20 વર્ષની જેલ પણ થઈ શકે છે.

જોવો આ વિડિયો

યુટ્યૂબરો આજકાલ વ્યૂઝ મેળવવા માટે ઘણા બધા સ્ટંટ કરી રહ્યા છે, તમારો શું વિચાર છે આ વિશે?

જો તમે એક યુટ્યૂબર છો તો તમારે ખરેખર ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે.